Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

પીએમ મોદીએ ભૂજવાસીઓને 200 બેડ ધરાવતી હૉસ્પિટલની ભેટ આપી, 10 વર્ષમાં દેશને મળશે રેકોર્ડ ડૉક્ટર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂજને મોટી ભેટ આપી છે. મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા ભૂજમાં કેકે પટેલ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું ઉદ્દઘાટન કર્યુ હતુ. 200 બેડ ધરાવતી આ હોસ્પિટલનું નિર્માણ શ્રી કચ્છી લેઉવા પટેલ સમાજ તરફથી કરવામાં આવ્યુ છે. વડાપ્રધાન કાર્યાલય અનુસાર, આ 200 બેડ ધરાવતી કચ્છની પ્રથમ ધર્માધ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ છે.

પીએમ મોદીએ હોસ્પિટલના ઉદ્દઘાટન બાદ જનતાને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ કહ્યુ કે ભૂકંપથી થયેલા વિનાશને પાછળ છોડીને ભૂજ અને કચ્છના લોકો હવે પોતાના પરિશ્રમથી આ ક્ષેત્રમાં નવુ ભાગ્ય લખી રહ્યા છે. સારી સ્વાસ્થ્ય સુવિધા માત્ર બીમારીની સારવાર સુધી જ સીમીત નથી હોતી. આ સામાજિક ન્યાયને પ્રોત્સાહિત કરે છે. જ્યારે કોઇ ગરીબને સસ્તુ અને ઉત્તમ સારવાર મળે છે તો તેની વ્યવસ્થા પર વિશ્વાસ મજબૂત થાય છે.

ભૂકંપથી મચેલા વિનાશને પાછળ છોડીને ભૂજ અને કચ્છના લોકો હવે પોતાના પરિશ્રમથી આ ક્ષેત્રનું નવુ ભઆગ્ય લખી રહ્યા છે. આજે આ વિસ્તારમાં અનેક આધુનિક મેડિકલ સેવાઓ છે. આ યાદીમાં ભૂજને એક આધુનિક સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ મળી રહી છે.

મોદીએ કહ્યુ કે 200 બેડની આ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ કચ્છના લાખો લોકોને સસ્તી અને સારી સારવારની સુવિધા આપશે. આ અમારા સૈનિકો, અર્ધસૈનિક દળના પરિવાર અને વેપાર જગતના અનેક લોકો માટે પણ ઉત્તમ સારવારની ગેરંટી બનીને સામે આવવાની છે.

10 વર્ષમાં રેકોર્ડ ડૉક્ટર મળશે

દેશના દરેક જિલ્લામાં મેડિકલ કોલેજના નિર્માણનુ લક્ષ્ય હોય કે પછી મેડિકલ એજ્યુકેશનને બધાની પહોચમાં રાખીને પ્રયાસ, તેનાથી આવનારા 10 વર્ષમાં દેશને રેકોર્ડ સંખ્યામાં નવા ડૉક્ટર મળવાના છે. આયુષ્યમાન ભારત ડિઝિટલ હેલ્થ મિશનથી દર્દીઓ માટે સુવિધા વધશે. આયુષ્યમાન હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશનના માધ્યમથી આધુનિક અને ક્રિટિકલ હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જિલ્લા અને બ્લોક સ્તર સુધી પહોચાડવામાં આવી રહ્યુ છે.

હૉસ્પિટલમાં મળશે આ સુવિધા

પીએમઓએ કહ્યુ, હોસ્પિટલમાં ઇન્ટરવેંશનલ કાર્ડિયોલોજી (કૈથલેબ), કાર્ડિયોથોરેસિક સર્જરી, રેડિએશન ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, નેફ્રોલોજી, યૂરોલોજી, ન્યૂક્લિયર મેડિસિન, ન્યૂરો સર્જરી, જોઇંટ રિપ્લેસમેન્ટ અને અન્ય સહાયક સેવા જેવી કે પ્રયોગશાળા, રેડિયોલોજી જેવી સુવિધા મળશે.

संबंधित पोस्ट

SC એ ફગાવી જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને CJI બનતા રોકવાની અરજી, જણાવ્યું આ કારણ

Admin

સમઢીયાળા ગામે યોજાયેલ મહિલા સ્વ રોજગાર મેળા ના કાર્યક્રમમાં હાજરી આપતા સરપંચ ચિરાગભાઈ રાજાણી

Karnavati 24 News

દેશમાં 24 કલાકમાં 547 નવા કેસ, એપ્રિલ 2020 પછી નોંધાયા સૌથી ઓછા કેસ

Admin

ત્રીજા વિશ્વયુદ્ધની ભયાનકતા! બાઇડનએ રશિયાને ચેતવણી આપી, કહ્યું કે જો હુમલો થશે તો યુક્રેન બદલો લેશે

Karnavati 24 News

રશિયા-યુક્રેન યુદ્ધના અપડેટ્સ: રશિયાએ 1000 કિલોમીટરનું અંતર કાપ્યું છે. ધ્વનિ કરતા 9 ગણી ઝડપી ઝિર્કન મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે

Karnavati 24 News

અમદાવાદમાં 29મી સપ્ટેમ્બરથી નેશનલ ગેમ્સ શરૂ થશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે

Karnavati 24 News