Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
વિદેશ

ચીનની આ કંપનીએ ભારતના કર્મચારીઓની કરી છટણી, આ છે તેનું કારણ

એસયુવીનું નિર્માણ કરતી ચીનની સૌથી મોટી ઉત્પાદક કંપની ગ્રેટ વોલ મોટર્સે ભારતમાં એક અબજ ડોલરના રોકાણ સાથે પ્રવેશ કરવાની યોજના બનાવી હતી. જો કે અઢી વર્ષથી એફડીઆઇ ક્લીયરન્સની પ્રતિક્ષા કર્યા બાદ હવે કંપનીએ આ યોજનાને પડતી મૂકી છે. આ સાથે જ કંપનીએ ભારતમાં કાર્યરત તેમના 11 કર્મચારીઓની પણ છટણી કરી છે. કંપનીએ આ કર્મચારીઓને ત્રણ મહિનાનું સેવરેન્સ પેકેજ આપ્યું છે. તે ઉપરાંત આ કર્મચારીઓને છ મહિનાનું વેરિએબલ પે પણ આપવામાં આવ્યું છે. આપને જણાવી દઇએ કે વર્ષ 2020માં ગ્રેટ વોલ મોટરે અમેરિકી કંપની જનરલ મોટર્સના તાલેગાંવ પ્લાન્ટને ખરીદવા માટે એક ટર્મ શીટ એગ્રીમેન્ટ કર્યું હતું. કંપનીએ 2020ના ઓટો એકસ્પોમાં પણ ભાગ લીધો હતો.

અનેક કંપનીએ યોજના માંડી વાળી

ગ્રેટ વોલ મોટરથી પહેલા ચીનની અનેક કંપનીઓ ભારતમાં પ્રવેશના પ્લાનને પણ માંડી વાળ્યો છે. Changan, Haima અને Chery જેવી કંપનીએ પણ ભારતીય માર્કેટમાં પ્રવેશની યોજના બનાવી હતી પરંતુ તેઓ આ યોજનાને આગળ ના ધપાવી શક્યા. આ વિશે ગ્રેટ વોલર મોટરને મોકલવામાં આવેલા ઇમેલનો કોઇ જવાબ મળ્યો નથી. કંપનીનું પ્રપોઝલ બે વર્ષથી પણ વધુ સમયથી અટક્યું હતું. આ જ કારણોસર અમેરિકી કંપનીને પોતાના પ્લાન્ટને વેચવા માટે બીજા રસ્તા શોધવા પડ્યા હતા. ગ્રેટ વોલ અંદાજે એક દાયકાથી ભારતીય માર્કેટમાં પ્રવેશ માટેની રણનીતિ બનાવી રહી હતી. કંપનીએ સૌથી પહેલા 2014-15માં પણ પ્રવેશ માટે પ્રયાસ કર્યો હતો અને પછી 2017માં પણ યોજના બનાવી હતી. અંતે 2020માં જીએમના તાલેગાંવ પ્લાન્ટને ખરીદવા માટે એક ટર્મ શીટ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા.

Haval SUV બનાવતી કંપનીએ ગત બે વર્ષ દરમિયાન ભારતમાં પ્રવેશ માટે પ્રયાસ કર્યો હતો. એસેમ્બિલંગ અને સમગ્ર રીતે કારની આયાતા માટે પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓને સફળતા મળી ન હતી. આ દરમિયાન કંપનીએ થાઇલેન્ડ અને બ્રાઝિલમાં પોતાના કામકાજની શરૂઆત કરી છે. પરંતુ ભારતમાં તેની યોજના અટવાયેલી છે. આ દરમિયાન કંપનીએ ભારત માટે બનાવેલી કંપનીને અન્ય માર્કેટમાં ટ્રાન્સફર કરી છે.

संबंधित पोस्ट

સહારાના રણમાં બરફવર્ષા, વૈજ્ઞાનિકો આ ઘટનાને ગણાવી રહ્યા છે ખતરાની ઘંટડી

Karnavati 24 News

પાવર કટ પર પાકિસ્તાનની નવી નીતિઃ શહેરોમાં રાત્રે 9 વાગ્યા પછી કલમ 144 લાગુ થશે, તમામ બજારો અને શોપિંગ મોલ બંધ રહેશે

Karnavati 24 News

ચીનમાં પૂરની તબાહી: 15ના મોત, 3 ગુમ; રસ્તાઓ અને પુલો ધોવાઈ ગયા, અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો

Karnavati 24 News

PM મોદીનું બર્લિનમાં ભારતીયોને સંબોધન: કોંગ્રેસને લક્ષ્યમાં રાખીને

Karnavati 24 News

પુતિન યુક્રેન સામે યુદ્ધની ઘોષણા કરી શકે છે, ઝેલેન્સકીનો ટોણો – બીજા વિશ્વ યુદ્ધનો પાઠ ભૂલી ગયા

નાઈજીરિયામાં પોલીસને મોટી સફળતા મળી છે, લગભગ 100 અપહરણ લોકોને બિનશરતી બચાવી

Karnavati 24 News