Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
મનોરંજન

: “મેગ્નેટ મીડિયા ફિલ્મ્સ” તથા “ફિફ્થ વેદા પ્રોડક્શન્સ”ની આવનારી ફિલ્મ “53મું પાનું” ગુજરાતી ફિલ્મના ટ્રીઝરને અદભૂત પ્રતિસાદ મળ્યો ગુજરાતી ફિલ્મોમાં એક નવા જ અંદાજમાં “53મું પાનું” ગુજરાતી ફિલ્મ આવી

ગુજરાતી ફિલ્મોમાં એક નવા જ અંદાજમાં “53મું પાનું” ગુજરાતી ફિલ્મ આવી રહી છે. જેનું ટ્રીઝર આજે લોન્ચ કરવામાં આવ્યું હતું. યુ ટ્યુબ પર રીલીઝ થયેલા આ ટ્રીઝરને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ટ્રેલર જોયા બાદ આ ફિલ્મમાં અનેક સસ્પેન્સઓ સામે આવ્યા છે. “મેગ્નેટ મીડિયા ફિલ્મ્સ” તથા “ફિફ્થ વેદા પ્રોડક્શન્સ”ની ફિલ્મના આજે રિલીઝ થયેલ ટ્રીઝર બાદ ટ્રેલર પણ આગામી સમયમાં રીલીઝ થશે પરંતુ ટ્રીઝર જોયા બાદ લોકોને ફિલ્મ જોવાની તાલાવેલી વધારી દીધી છે. ફિલ્મમાં એક સુપર જર્નાલિસ્ટ અને પ્રેમમાં એડવોકેટને એવી પરિસ્થિતિઓમાં બતાવવામાં આવી રહ્યા છે કે જેઓ એક સિસ્ટમ સામે અને વિલનના પડકારને ઝીલી રહ્યા છે. ત્યારે શું તેમને ન્યાય મળશે ખરો? સાથે આ ફિલ્મનું નામ “53મું પાનું” છે પરંતુ ગંજીપાનાની બાજી 52 પાનાની હોય છે. આ ટાઈટલ પરથી જ લાગી રહ્યું છે “53મું પાનું” એટલે શું છે? આ સસ્પેન્સ શું છે. ટ્રીઝર શરુ થતાની સાથે જ લોકો સ્વચ્છ પાણી માટે વિરોધ કરતા જોવા મળ્યા હતા ત્યાં કિંજલ રાજપ્રિયા અને ચેતન દહીયાને નવા જ રુપમાં ટ્રીઝરમાં બતાવવામાં આવ્યા છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં કિંજલ રાજપ્રિયા તથા આર્જવ ત્રિવેદી તથા ચેતન દહીયા તથા મેહુલ બૂચ જોવા મળશે. આ ટ્રીઝર લોન્ચનો કાર્યક્રમ ગાંધી આશ્રમ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં કિંજલ રાજપ્રિયા અને આર્જવ ત્રિવેદી પ્રમોશનલ ઈવેન્ટમાં હાજર રહ્યા હતા.

संबंधित पोस्ट

અક્ષયની ફિલ્મનો ખેલ ખતમ! કમાણી જાણીને લાગશે શૉક, કોઈ જોવા નથી આવતું

Karnavati 24 News

શમશેરાઃ સંજય દત્તના પાત્ર દરોગા શુદ્ધ સિંહનો લૂક થયો ખુલાસો, કહ્યું- વિલન બનીને ખૂબ મજા આવી

Karnavati 24 News

અજય દેવગન બાદ હવે કાજોલે OTTની દુનિયામાં પગ મૂક્યો છે, DDLJ સ્ટાઇલમાં જાહેરાત કરી…

Karnavati 24 News

નવા વર્ષની શરૂઆતમાં પતિ રોહનપ્રીતના કારણે ઉદાસ થઈ નેહા કક્કડ, આંખમાં આંસુ આવી ગયા

Karnavati 24 News

Kota Factory Web Series: કલરફુલના જમાનામાં સુપરહિટ વેબ સિરીઝ ‘કોટા ફેક્ટરી’ બ્લેક એન્ડ વ્હાઇટમાં બતાવવામાં આવી, શું તમે જાણો છો તેનું કારણ?

Karnavati 24 News

ઉર્ફી જાવેદે બિગ બોસ 16 પર ગુસ્સો કાઢ્યો, ફેશન દિવા શહનાઝ ગિલ અને કાશ્મીરા શાહ પર ગુસ્સે થઈ; કહ્યું- ‘રોકો’

Translate »