Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

જૂન 2022માં જીએસટી કલેક્શન 1.44 લાખ કરોડ, ગત વર્ષથી 56 ટકા વધારે

જૂન મહિનામાં જીએસટી કલેક્શનમાં વધારો થયો છે. સરકારના આંકડા અનુસાર જૂન 2022માં ગ્રોસ જીએસટી કલેક્શન 1.44 લાખ કરોડ રૂપિયા રહ્યુ છે. આ ગત વર્ષના જૂન મહિનાના મુકાબલે 56 ટકા વધારે છે. ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણે કહ્યુ કે હવે જીએસટીથી થતી આવક 1.40 લાખ કરોડ રૂપિયાથી વધારે રહેશે.

તમને જણાવી દઇએ કે મે 2022માં જીએસટી કલેક્શન 1,40,885 કરોડ રૂપિયા હતુ, ત્યારે આ ગત વર્ષની તુલનામાં 44 ટકા વધારે હતુ. તમને જણાવી દઇએ કે એક જુલાઇથી દેશમાં જીએસટીને લાગુ થયે પાંચ વર્ષ પૂર્ણ થઇ ગયા છે. દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં જીએસટીને લઇને અલગ અલગ અનુભવ રહ્યો છે.

બે દિવસ પહેલા જ ચંદીગઢમાં જીએસટી પરિષદની 47મી બેઠક નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં પૂર્ણ થઇ છે. આ બેઠકમાં કેટલીક વસ્તુ પર જીએસટીના દર વધારવા તો કેટલીક વસ્તુ પર જીએસટીના દરને ઓછો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

બીજી તરફ પૂર્વ નાણા મંત્રી અને કોંગ્રેસ નેતા પી.ચિદમ્બરમે જીએસટીની વ્યવસ્થા પર જ સવાલ ઉઠાવ્યા છે. પૂર્વ નાણા મંત્રીએ કહ્યુ કે કોંગ્રેસ પાર્ટી આ વાત સ્પષ્ટ કરવા માંગે છે કે દેશમાં વર્તમાન સમયમાં જે જીએસટી વ્યવસ્થા લાગુ છે તે જીએસટી નથી જેને કોંગ્રેસ પાર્ટી અમલમાં લાવવા માંગતી હતી.

વર્તમાનમાં જે જીએસટી કાયદો દેશમાં લાગુ છે તે ત્રુટિપૂર્ણ, દોષપૂર્ણ અને અસ્થિર છે. આ કાયદામાં કેટલીક ખામી છે. વર્તમાન વ્યવસ્થામાં સરકારે હજારો કાર્યકારી આદેશ જાહેર કરવા પડે છે.

संबंधित पोस्ट

મુહૂર્ત ટ્રેડિંગ 2022 સમય: દિવાળીના દિવસે તમે કયા સમયે શેરબજારમાં રોકાણ કરી શકશો? સમય શીખો

Admin

Tata Tiago નો CNG અવતાર ટૂંક સમયમાં દેશમાં લોન્ચ થશે, કંપની દ્વારા ટીઝર રિલીઝ

Karnavati 24 News

સરકારી નોકરીઓ: એવિએશન સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા 1095 ગ્રાહક સેવા એજન્ટની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી છે, ઉમેદવારોએ 22 મે સુધીમાં અરજી કરવી જોઈએ.

ભરૂચ દહેજની ખાનગી કંપનીમાં આગ લાગતા દોડધામ,સદનસીબે કોઈ જાનહાની નહિ

Karnavati 24 News

GSTના ટેક્સ સ્લેબમાં મોટો ફેરફાર થશે સરકાર 5% થી 8%નો સ્લેબ વધારશે

Karnavati 24 News

પાટણના ગીતાબેન જાતે ટિફિન ડિલિવરી કરી 15 વર્ષથી પરિવારનું પાલન પોષણ કરે છે

Karnavati 24 News