સ્વામી બાબા રામદેવની કંપની રૂચી સોયાને ચોથા ક્વાર્ટરમાં 234 કરોડ રૂપિયાનો નફો થયો છે. જો કે, ગત વર્ષથી જો કે આ ગયા વર્ષ કરતાં એક ક્વાર્ટર ઓછું છે, પરંતુ કંપનીએ તેના શેરધારકોને સારા ડિવિડન્ડની જાહેરાત કરી છે.બાબા રામદેવની આ કંપની હાલમાં જ પોતાના FPO લઈને આવી હતી. હવે કંપનીએ નાણાંકિય વર્ષ 2021-22ના જાન્યુઆરી-માર્ત ક્વાર્ટરનું પરિણામ જાહેર કર્યું છે. આ દરમ્યાન કંપનીના સ્ટેંડઅલોન પ્રોફિટ 234.43 કરોડ રૂપિયા રહ્યું છે. જ્યારે ગત નાણાંકિય વર્ષ 2020-21ના આજ ક્વાર્ટરમાં કંપનીનો નફો 314.33 કરોડ રૂપિયા હતો.રુચી સોયાની કમાણી વધી છેચોથા ક્વાર્ટરમાં કંપનીની ઓપરેશનલ ઈનકમ વધી છે. તે 37.72 % વધીને 6,663.72 કરોડ રૂપિયા રહી છે, જે ગત વર્ષે 4,838.5 કરોડ રૂપિયા હતી. આ ક્વાર્ટરમાં કંપનીના 74.65 કરોડ રૂપિયાનું એક્સપોર્ટ પણ કર્યું છે.2 રૂપિયાના શેર પર 5 રૂપિયા ડિવિડન્ટરુચી સોયાએ નાણાંકિય વર્ષ 2021-22 માટે પ્રતિ શેર 5 રૂપિયા ડિવિડેન્ટ આપવાની જાહેરાત કરી છે. કંપની 2 રૂપિયા અંકિત મૂલ્યના શેર પર આ ડિવિડન્ટ આપશે, જે શેરની ફેસ વેલ્યૂના 250 % છે.ટૂંક સમયમાં બદલશે પોતાનું નામતાજેત્તરમાં શેર માર્કેટમાં લોકોને જબરદસ્ત રિટર્ન આપનાર રૂચી સોયા હવે પોતાનું નામ, રૂપ અને રંગ બધુ જ બદલવા જઈ રહ્યા છે. કંપની હવે બાબા રામદેવની જ પતંજલી આયુર્વેદના ફૂડ બિઝનેસનું અધિગ્રહણ કરશે. આ સાથે જ તેનું નામ બદલી પતંજલિ ફૂડ્સ થઈ જશે.રુચિ સોયાએ પતંજલિ આયુર્વેદની સાથે એક સમજૂતિ કરી છે. હવે કંપની પતંજલિ બ્રાંડની હેઠળ બનતા કેટલાક ફૂડ પ્રોડક્ટની મેન્યુફેક્ચરિંગ, પેકેજિંગ, લેબલિંગ અને રિટેલિંગનું કામ કરશે. આ સાથે જ કંપનીને પતંજલિના હરિદ્વાર અને નેવાસ (મહારાષ્ટ્ર)ના પ્લાંટ પણ ટ્રાંસફર કરવામાં આવશે. કંપનીએ કહ્યું કે, આ ડીલ લગભગ 690 કરોડ રૂપિયાની હશે. ડીલના 15 જુલાઈ 2022 સુધી પૂરી થવાની અપેક્ષા છે. આ સાથે જ રૂચી સોયાનું નામ બદલી પતંજલિ ફૂડ્સ થઈ જશે.
