પશ્ચિમ ગુજરાત વિજ કોર્પોરેશન લિમિટેડ, PGVCL એ એપ્રેન્ટિસ લાઇનમેનની જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. જેના દ્વારા સંસ્થામાં લાઇનમેન એપ્રેન્ટીસની કુલ 400 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. PGVCL દ્વારા ભરતી માટેની અરજી પ્રક્રિયા માટેની તારીખો ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. આ પછી ઉમેદવારો આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરી શકશે.
લાયકાત
10 પાસ ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. ઉપરાંત, ઉમેદવારોએ વાયરમેન/ઈલેક્ટ્રીશિયનનો 2 વર્ષનો કોર્સ કરવો જરૂરી છે.
કેવી રીતે અરજી કરવી
આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા ઓનલાઈન મોડ દ્વારા કરવામાં આવશે. આ માટેની લિંક ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ pgvcl.com પર શેર કરવામાં આવશે.