Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશસ્થાનિક સમાચાર

પાટણના વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ ખાતે પર્યટકોને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા શહેર ભાજપના પૂર્વ પ્રમુખે સાંસદને પત્ર લખ્યો

પાટણ શહેરમાં વર્લ્ડ હેરીટેજ રાણીની વાવ તથા સહસ્ત્રલીંગ તળાવ નિહાળવા દેશ- વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે પ્રવાસીઓની જરૂરી સુવિધાઓના અભાવના કારણે મુશ્કેલી ભોગવવી પડી રહી છે જેને ધ્યાનમાં રાખીને પાટણ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલ દ્વારા પાટણના સાંસદને પત્ર લખી રાણકીવાવ ખાતે પર્યટકોને ધ્યાનમાં રાખીને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા રજૂઆત કરી છે.

પાટણની વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ અને સહસ્ત્રલિંગ સરોવર નિહાળવા દિવસ ભર પ્રવાસીઓ આવતાં હોય છે ત્યારે પ્રવાસીઓની જરૂરી સુવિધાઓના અભાવ જોવા મળી રહ્યો છે. જેને લઈ ભાજપના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલ દ્વારા પાટણના સાંસદને પત્ર લખ્યો છે.

પત્રમાં જણાવ્યાં મુજબ પ્રવાસીઓની સુવિધા માટે સવારે 8 કલાકની જગ્યાએ સવારના 6 કલાકથી રાણીની વાવમાં પ્રવેશ આપવો, હાલમાં ગાડીનું પાર્કિંગ ખુબ જ નાનુ હોવાથી ટ્રાફીક સર્જાય છે તો વધુ ગાડીઓના પાર્કિંગ થઇ શકે તેવી ક્ષમતાવાળુ નવીન પાર્કિંગ બનાવવું, માળખાગત સુવિધાઓ જેવી કે બાથરુમ, ટોયલેટ હાલમાં ખુબ જ ઓછા છે તો નવા બાથરુમ- ટોયલેટ બનાવવા, રાણીની વાવનો હાલમાં જે ગાર્ડન છે તે રાત્રી સમયે નાઇટ લાઇટો તથા ગાર્ડનને સુશોભન કરવા માટે લાઇટો કરવી, પ્રવાસીઓને રસ્તાની જાણ માટે રસ્તા ઉપર બોર્ડ તથા એન્ટ્રી લગાવવી જેથી પ્રવાસીઓને અવર-જવર કરવામાં મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે, સહસ્ત્રલીંગ તળાવ પાસે ખુબ જ માટીના ઢગ તથા અવર-જવર કરવા નવીન રસ્તો બનાવવા અને બ્લોક પ્લેવીંગ ફીટ કરવા, આર્કોલોજીસ્ટ ઓફિસ પાસેના ગાર્ડનનું નવીનકરણ તથા સુધારણા અને નાઇટ લાઇટો ફીટ કરવા સહિત ગાર્ડનમાં સ્વચ્છતા જળવાય તે માટે સુવિધાઓ સાથે પ્રવાસીઓ સામે નોમીનલ ફી વસુલ કરવી જેવી માંગ કરવામાં આવી છે.

આ ઉપરાંત આવનાર પ્રવાસીઓને ચા-પાણી તથા શુદ્ધ શાકાહારી નાસ્તો અને જમવાની સુવિધા માટે નવીન હોટલનું બાંધકામ કરવા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવાની માંગ પાટણ શહેર ભાજપના પુર્વ પ્રમુખ સુરેશ જે. પટેલે પાટણના સાંસદ ભરતસિંહ ડાભીને પત્ર દ્વારા કરવામાં આવી આવી છે.

संबंधित पोस्ट

T.D.O ખાતા દ્વારા સવારે લારી તેમજ પથારાવાળાનો સામાન ઉઠાવી લીધા

Admin

કચ્છમાં એક દિવસમાં કોરોનાના ૧૩ પોઝિટિવ કેસથી ફફડાટ

Karnavati 24 News

 ખંભાળીયાના આસામીનું રૂા.6 કરોડની કિંમતનું વહાણ ઈરાન નજીક દરિયામાં ડુબ્યુ

Karnavati 24 News

પોરબંદર પીજીવીસીએલે વર્તુળ કચેરી હેઠળ મોટાપાયે વીજ દરોડા : ૧ કરોડને પ લાખની ચોરી ઝડપાઇ

Karnavati 24 News

 જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા યુનિવર્સીટીના પેપર લીકનો વિરોધ

Karnavati 24 News

જામનગર શહેરમાં ગુલાબનગર પાસે આવેલા લાલવાડી આવાસ કોલોનીમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ મહિલા કોર્પોરેટરની આગેવાનીમાં સ્થાનિક લોકોએ કમિશનર સમક્ષ રજૂઆત કરી

Karnavati 24 News