Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ટેકનોલોજી

ઓનલાઇન ક્લાસ કરતા વિદ્યાર્થીનો મોબાઇલ થયો બ્લાસ્ટ, હોસ્પિટલ ખસેડાયો

મધ્ય પ્રદેશના સતના જિલ્લામાં એક સ્કૂલની ઓનલાઇન ક્લાસમાં ભાગ લેવા દરમિયાન મોબાઇલ ફોનમાં વિસ્ફોટ થતા એક 15 વર્ષીય યુવક ઘાયલ થયો હતો. પોલીસે શુક્રવારે આ જાણકારી આપી છે. વિદ્યાર્થીનો લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પોલીસે જણાવ્યુ કે ઘટના ગુરૂવાર બપોરે જિલ્લા કાર્યાલયથી 35 કિલોમીટર દૂર ચંદકુઇયા ગામની છે. આઠમા ધોરણમાં ભણતા વિદ્યાર્થી સ્કૂલની ઓનલાઇન ક્લાસ કરતો હતો, ત્યારે અચાનક મોબાઇલ ફોન ફાટી ગયો હતો. નાગોડ પોલીસ સ્ટેશનના અધિકારી આરપી મિશ્રાએ જણાવ્યુ કે રામ પ્રકાશના જડબામાં ઇજા થઇ છે. ઘટના સમયે તે પોતાના ઘરે એકલો હતો કારણ કે તેના માતા-પિતા અને પરિવારના અન્ય સભ્ય કામ માટે બહાર ગયા હતા.

વિદ્યાર્થીને જબલપુર રેફર કરવામાં આવ્યા

પોલીસ અધિકારીએ જણાવ્યુ કે મોબાઇલમાં થયેલા ધમાકાનો અવાજ એટલો જોરદાર હતો કે રામ પ્રકાશના પાડોશી તેના ઘરે આ જોવા માટે દોડી ગયા હતા કે ત્યા શું થયુ છે. તે બાદ રામ પ્રકાશને સતના જિલ્લા હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. તે બાદ તેને સારી સારવાર માટે જબલપુર રેફર કરવામાં આવ્યો હતો.

 

संबंधित पोस्ट

ફેસબુકમાં યુવતીની મિત્રતા સ્વીકારતા વેપારીને રૂા. ૪૭ હજારમાં પડી

Karnavati 24 News

નાસાનું અવકાશયાન લઘુગ્રહ સાથે અથડાવા માટે તૈયાર, જાણો શું છે DART મિશન?

Karnavati 24 News

મોંઘી કારનું વેચાણ 38% વધ્યું, જ્યારે સસ્તી કારનું વેચાણ માત્ર 7% વધ્યું

Karnavati 24 News

केंद्र सरकार ने डेटा प्रोटेक्शन बिल वापस लिया; पेश करेंगे नया कानून

Karnavati 24 News

ફેસબુક કોઈ ગેરંટી વિના આપી રહ્યું છે 50 લાખ રૂપિયાની લોન, જાણો કેવી રીતે કરશો ઓનલાઈન અરજી

Karnavati 24 News

500GB થી વધુ ડેટા અને ફ્રી કોલિંગનો ફાયદો, Reliance Jio ના આ પ્લાનમાં મળશે 11 મહિનાની વેલિડિટી

Karnavati 24 News