Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

ગિરનારની લીલી પરિક્રમા કરવા ભવનાથમાં ત્રણ લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યા

4 નવેમ્બર ની મધ્યરાત્રીથી શરૂ થાય તે પહેલા ગરવા ગિરનારની લીલી પરિક્રમા કરવા માટે ભાવિકો ઉમટી પડ્યા છે અત્યારથી જ ભાવિકોનો અવરિત પ્રવાહ ભવનાથ ભણી આવી રહ્યો છે પરિણામે ભવનાથમાં ભાવિકોની ભીડ જોવા મળી રહી છે દરમિયાન શિવરાત્રી મેળો અને લીલી પરિક્રમામાં મોટું અન્ન ક્ષેત્ર ચલાવતા ખોડીયાર રાસ મંડળના હરેશભાઈ ઠુમરે જણાવ્યું હતું કે અંદાજે ત્રણ લાખથી વધુ લોકો લીલી પરિક્રમા કરવા માટે આવી ગયા છે પરંતુ વન વિભાગ એ ગેટ ખોલ્યા ન હોય આવા ભાવિકોએ ભવનાથમાં પડાવ નાખ્યો છે અમારા ખોડીયાર રાસ મંડળ દ્વારા બુધવાર સાંજેથી જ શેરનાથબાપુના આશ્રમ પાછળની અમારી જગ્યામાં તેમજ બોરદેવી પાસે અન્નક્ષેત્ર શરૂ કરી દેવામાં આવ્યું છે દરમિયાન નિર્ભય ભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે ભીડ વધી જતા સોનાપુરી સ્મશાનથી તમામ વાહનોનો પ્રવેશ અટકાવી દેવાયો છે પરિણામે ભાવિકોને ચાલીને જવું પડી રહ્યું છે સોનાપુરી થી પરિક્રમા રૂટ સુધીનું અંદાજે 3.5 કિ.મી જેટલું અંતર થાય છે પરિણામે ખાસ કરીને મહિલાઓ બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

संबंधित पोस्ट

શોમનાથ બાયપાસ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, 2 વ્યકિતનાં મોત

Admin

કોવિડ ન્યાય યાત્રા સંદર્ભે કોંગ્રેસની પત્રકાર પરિષદ, 91,810 અરજીઓમાંથી 58840 અરજી મંજુર

Karnavati 24 News

ખોડીયાર નગર રિવરફ્રન્ટ વિસ્તાર મા ભોજન નો કાર્યક્રમ

Karnavati 24 News

ભરૂચ:નર્મદા ચોકડી ખાતેથી વેપારીને બંધ ક બનાવી જાનથી મારી નાંખવાની ધમકી સાથે હવામાં ફાયરિંગ કરી ૧૫ લાખની લૂંટ ને અંજામ આપી ગેંગ ફરાર થતા ચકચાર

Karnavati 24 News

લાખાબાવળ ગામે છાતીમાં દુખાવો ઉપડતા યુવાનનું મોત, શોકનું મોજું ફરી વળ્યું

Karnavati 24 News

પોરબંદરમાં હેરિટેજ ટે્રજર હંટ ઇવેન્ટ યોજાઇ : વિજેતાઓને સન્માનિત કરાયા

Admin