Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

કોવિડ ન્યાય યાત્રા સંદર્ભે કોંગ્રેસની પત્રકાર પરિષદ, 91,810 અરજીઓમાંથી 58840 અરજી મંજુર

વાપીમાં હોટેલ માધવ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરની સૂચના બાદ દરેક જિલ્લામાં કોંગ્રેસે સર્વે હાથ ધરી કોરોનામાં મૃત્યુ પામનાર મૃતકોનો સાચો આંકડો મેળવ્યો હતો. અને એ આંકડા આધારે તેમના પરિવારજનોને 4 લાખની સહાય મળે તે માટે આંદોલન ચલાવ્યું હતું.

કોંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં કુલ 91,810 અરજીઓ કરવામાં આવી છે. જેમાંથી 58840 અરજીઓ મંજુર થઈ છે. હાલ 15 હજાર અરજીઓ પેન્ડિંગ છે. સરકાર હાલમાં મૃતકોના પરિવારજનોને માત્ર 50 હજારની સહાય ચકવે છે. જે નગણ્ય છે. એટલે આ મામલે અમે સુપ્રીમ કોર્ટમાં પણ અરજી કરી છે. જેમાં સરકારે સ્પષ્ટ કબુલ્યું છે કે સરકારી ચોપડે નોંધાયેલ મૃત્યુથી વધુ અરજી આવી છે. જ્યારે 11હજાર જેટલી અરજીઓ પ્રોસેસમાં છે. 5 હજાર જેટલી અરજીઓ ટેક્નિકલ કારણોસર રદ્દ થઈ છે. જે અંગે પણ સુપ્રીમ કોર્ટ ટકોર કરી છે. અને તે અંગે કારણ આપવા આદેશ કર્યો છે. સરકાર માફી માંગે એ નહિ ચાલે પરન્તુ મૃતકોના પરિવારજનોને વળતર ચૂકવે,

સરકાર કોઈ દયા નથી કરતી તેવી ટકોર સુપ્રીમ કોર્ટ દ્વારા કરાઇ છે. વધુમાં કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યા હતા કે કોવિડ મૃત્યુદર મામલે સરકારે આંકડા છુપાવ્યા છે. જે અંગે ન્યાયિક તપાસ થાય કોંગ્રેસની માંગ છે કે મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને 4 લાખનું વળતર મળે, દર્દીઓને મેડિકલ ખર્ચની રકમ મળે, મૃત્યુ પામનાર મૃતકોના પરિવારજનોમાંથી કોઈ એક ને કાયમી નોકરી મળે.

પત્રકાર પરિષદમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ દિનેશભાઈ ભાણા ભાઈ પટેલ, માજી વલસાડ જિલ્લાપંચાયત વિરોધપક્ષ ના નેતા અને વલસાડ જિલ્લા કૉંગ્રેસ સમિતિ ના ઉપપ્રમુખ ધર્મેશભાઈ પટેલ, વાપી શહેર પ્રમુખ નિમેષ વશી, નિલેશભાઈ, મુળજીભાઈ સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી સંબોધન કર્યું હતું.

संबंधित पोस्ट

*ભ્રષ્ટાચાર ની દોડ માં અંધ બનેલ તંત્રની ઘોર બેદરકારી વર્ષો થી રોડ ઉપર છે ખુલ્લા વાયર *

Karnavati 24 News

દાહોદમાં નવું નિર્મિત ભાજપના કમલમ કાર્યાલય ખાતે 1111 દીવડા પ્રગટાવી દિવાળીની ઉજવણી..

Admin

રાજકોટ શહેર ના વોર્ડ નંબર 4 માં પેવિંગ બ્લોક નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું

Karnavati 24 News

વર્ષ 2021માં અભયમ 181 દ્વારા 2265 મહિલાને સહાયતા પુરી પાડી

Karnavati 24 News

9760 જગ્યાઓની ભરતી માટેની આવતીકાલે છેલ્લી તારીખ: 7 વિષયોમાં વરિષ્ઠ શિક્ષક માટે અરજી કરો, પરીક્ષા દ્વારા પસંદ કરવામાં આવશે

કચ્છના રણ રસ્તાની નાસાના ઉપગ્રહમાંથી પ્રથમ તસવીર : બંને બાજુ રણ અને વચ્ચે રસ્તાનું અલૌકિક દ્રશ્ય

Karnavati 24 News