Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

જૂનાગઢના તબીબના ઓનલાઈન ફ્રોડમાં ગયેલા એક લાખ પરત અપાવતી જુનાગઢ એસઓજી

જૂનાગઢના તબીબ સાથે ઓનલાઈન ઇલેક્ટ્રિક બિલ ભરવાના નામે એક લાખની છેતરપિંડી કરાઈ હતી જોકે જુનાગઢ એસ ઓ જી એ ત્વરિત કાર્યવાહી કરી તબીબને ₹1,00,000 પરત અપાવ્યા હતા સાયબર ફ્રોડમાં ગુમાવેલા નાણા પરત અપાવવા રેન્જ ઇન્ચાર્જ ડીઆઈજી નિલેશ ઝાંઝરીયા ની સૂચના અને એસપી રવિ તેજા વાસમ સેટી ને સૂચના બાદ એસ ઓ જી એ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા દરમિયાન જુનાગઢના તબીબને ઈલેક્ટ્રીક બિલ ભરવાનો મેસેજ આવ્યો. જો બિલ ન ભરે તો પાવર કનેક્શન કટ કરાશે તેમ કહી પોતાનો સંપર્ક નંબર અપાયો હતો બાદમાં તબીબે આ નંબર પર સંપર્ક કરતા ઓનલાઇન પેમેન્ટ કરવાનું કહી લિંક મોકલી લિંક ઓપન કરતા ફોન નો તમામ કંટ્રોલ સામેવાળા પાસે જતો રહેતા તબીબે પોતાના ડેબિટ કાર્ડ દ્વારા એક લાખની ઓનલાઈન ખરીદી કરી લીધી બાદમાં તબીબે સાયબર સેલના દીપકભાઈ જાની નો સંપર્ક કર્યો બાદમાં એસ ઓ જીના પી આઈ એ એમ ગોહિલ સાયબર સેલના પીએસઆઇ જે એમ કોડીયાતર અને સ્ટાફ દ્વારા ત્વરિત કાર્યવાહી કરી ફ્રોડ કરનાર જે વાઉચરની ખરીદી કરી તે ટ્રાન્જેક્શન અટકાવી ફ્રોડમાં ગયેલા એક લાખ તબીબના બેંક ખાતામાં રિફંડ કરાવ્યા છે

संबंधित पोस्ट

ગાંધીનગર: ગાંધીનગરમાં દારૂની ભઠ્ઠી પર સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા, 7, 600 લીટર વોશ જપ્ત કરાયો, 1 આરોપી ઝબ્બે

Admin

હળવદ તાલુકામાં તસ્કરોનું નાઈટ પેટ્રોલિંગ, મંદિરને નિશાન બનાવી ચોરી કરી

Karnavati 24 News

ગરેજ ગામે વાછરડી આપવાની ના પાડતાં મહિલાને માર માર્યો !

Karnavati 24 News

જામનગરના કિશાન ચોક વિસ્તારમાં ખૂનની કોશિશના ગુનામાં બે મહિલા આરોપીઓના જામીન મંજૂર

Karnavati 24 News

 હળવદ : કારમાંથી ઓઈલ લીક થાય છે કહી નજર ચૂકવી ૪૦ લાખ લઈને ગઠીયો છુમંતર

Karnavati 24 News

ઉના દેલવાડા ગામે બાઈક પરથી એક લાખની રોકડ ભરેલા થેલાની ઉઠાંતરી

Karnavati 24 News