(જી.એન.એસ) તા. 24
વડોદરા,
તાજેતરમાં યોજાયેલી વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ફરી એક વાર એકજ મુદ્દા પર ભારે હોબાળો મચ્યો હતો. શાશકપક્ષ અને વિપક્ષના કોર્પોરેટરોએ વિશ્વામિત્રી પ્રોજેક્ટના અમલીકરણ અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા, જેના કારણે સામ સામે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી.
કોર્પોરેટરોનું કહેવું છે કે, વિશ્વામિત્રી રિપોર્ટ બનાવતી વખતે કોઈપણ પક્ષના સભ્યો, પર્યાવરણ નિષ્ણાતો કે સ્થાનિક લોકોના મંતવ્યો લેવામાં આવ્યા નથી. જેના કારણે પ્રોજેક્ટના અમલીકરણ અંગે ગંભીર શંકાઓ ઉભી થઈ છે. કોર્પોરેટરોએ પોતાના વિસ્તારની હાલત વર્ણવી હતી અને મેયર અને કમિશનરને જવાબદાર ઠેરવ્યા હતા. તેમનું કહેવું છે કે, પ્રોજેક્ટના કારણે તેમના વિસ્તારની દુર્દશા થઈ છે.
ભાજપ કોંગ્રેસના કોર્પોરેટરેએ સામાન્ય સભામાં પોતાના વિસ્તારની પરિસ્થિતિ વર્ણવી મેયર અને કમિશનરને ઘેર્યા હતા. આ સમગ્ર મામલો હવે ગાંધીનગરમાં રાજ્ય સરકાર સુધી પહોંચ્યો છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટના ટેન્ડર મુદ્દે રાજકારણ ગરમાયુ છે. વિશ્વામિત્રી પ્રોજેકટની સૈદ્ધાંતિક મંજૂરી મળી જશે. વિપક્ષના કોર્પોરેટરોનું કહેવું હતું કે 100 દિવસની અંદર વિશ્વામિત્રી નું પાણી ખાલી કરી પૂર નિવારણ નું મોટું કામ કરવામાં આવશે તેવી વાતો જે કરવામાં આવે છે તેમ કેટલું તથ્ય છે તે જોવાનું રહેશે.