Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
આરોગ્ય

જાણો અપૂરતી ઊંઘને કારણે સ્વાસ્થ્ય પર કેવી અસરો જોવા મળે છે?

આજકાલ મોબાઈલના યુગમાં લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રતિએ ઘણી જ બેદરકારી રાખતા હોયએ છે.લોકો વધુ સમય સોશિયલ મીડિયામાં પસાર કરતાં હોય છે. જેને કારણે તેમણે ઘણી સમસ્યાઓ પીએન થાય છે. તેમાં પણ ખાસ કરીને રાતના સમયે વધુ સમય મોબાઈલ પર પસાર કરે છે.જેના કારણે તેમની ઉંધ પૂરતી થતી નથી. ઉંધ પૂરી ન થવાને કક્રને તેમના સ્વાથય પર પણ ઘણી અસર થાય છે.ઊંઘથી થાક દૂર થાય છે અને મગજને આરામ મળે છે.

સારી ઊંઘ કરવાથી માનસિક સમસ્યાઓથી પણ બચી શકાય છે. સારી ઊંઘએ આજે લોકોની સામે આવતી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું સમાધાન છે.

ઊંઘ પૂરી ન થવાથી શોર્ટ ટર્મથી લઈને લોન્ગ ટર્મ સ્વાસ્થ્યને નુકસાન થાય છે. અને સ્કીન પણ ડેમેઝ થાય છે. રાત્રે 8 કલાકની ઊંઘ ન કરવાથી ત્વચા પર પણ ખરાબ અસર પડે છે. ઊંઘ તમારી ત્વચાને ફરીથી ગ્લોઈંગ બનાવવામાં મદદ કરે છે. તે બ્લડ સર્ક્યુલેશન વધારે છે અને ક્ષતિગ્રસ્ત કોષોને સુધારે છે. જે લોકો સારી ઊંઘ લે છે તેમની ત્વચા પણ હેલ્ધી હોય છે.
જે લોકોને રાત્રે પૂરતી ઊંઘ નથી આવતી, તેઓ બીજા દિવસે થાક અને બેચેની અનુભવે ઊંઘ પૂરી ન થવાના લોન્ગ ટર્મ પરિણામ હોય છે. અપૂરતી ઊંઘ માનસિક ક્ષમતાઓને ઘટાડે છે અને તમારા શારીરિક સ્વાસ્થ્યને જોખમમાં મૂકે છે. અપૂરતી ઊંઘ મેદસ્વિતાને પણ આમંત્રણ આપે છે.
અપૂરતી ઊંઘની ઈમ્યુન સિસ્ટમ પર પણ અસર કરે છે. તમારી ઈમ્યુન સિસ્ટમને મજબૂત થતા પણ અટકાવે છે. જો તમે પૂરતી ઊંઘ નથી લેતા તો તમારું શરીર બીમારીઓ સામે લડવામાં અસમર્થ થઈ જાય છે અને બીમારીઓ તમારા શરીરને ઘેરી લે છે. લાંબા સમય સુધી અપૂરતી ઊંઘને કારણે ડાયાબિટીસ, અને હદયની બીમારીનું જોખમ વધી જાય છે.ઊંઘ પૂરી ન થવાથી યાદશક્તિ પર ખરાબ અસર પડે છે અને વ્યક્તિ રોજબરોજની વસ્તુઓ ભૂલી જવા લાગે છે. આ કારણે તેની નિર્ણય લેવાની ક્ષમતા નબળી પડી જાય છે. જેના કારણે આત્મવિશ્વાસ ઓછો થઈ જાય છે.
રાત્રે 11 વાગ્યાથી 2.30 વાગ્યાનો સમય ઊંઘ માટે સૌથી અનુકૂળ માનવામાં આવે છે. આ સમયે સૌથી સારી ઊંઘ આવે છે અને આ જ તે સમય હોય છે જ્યારે સ્લીપ હોર્મોન સિક્રીશન થાય છે, પરંતુ હવે બિનજરૂરી રીતે મોડી રાતે મોબાઈલના ઉપયોગથી આ સિક્રિશન ઘટી ગયું છે. તેના કારણે ઊંઘમાં ખલેલ પડે છે.
(અસ્વીકરણ: સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિમાં વધારો કરવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. અબતક દ્વારા લેખમાં આપવામાં આવેલી માહિતી માટે દાવો કરતું નથી કે કોઈ જવાબદારી લેતું નથી. ઉપરોક્ત લેખમાં દર્શાવેલ સંબંધિત રોગ અથવા સલાહ વિશે વધુ વિગતો માટે તમારા ડૉક્ટરની સલાહ લો)

संबंधित पोस्ट

શું છાતીની જમણી બાજુમાં દુખાવો થાય છેઃ આ ચિંતાનો વિષય બની શકે છે, નિષ્ણાતો પાસેથી જાણો આના 6 મોટા કારણો

Karnavati 24 News

Pregnancy Planning: આ ત્રણ મહિનામાં ગર્ભવતી થવું સૌથી ખતરનાક, મહિલાઓ રહે સતર્ક

Karnavati 24 News

દેશમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 3805 નવા કેસ; 26ના મોત 

અળસીના બીજ વજન ઘટાડવાથી ત્વચાની સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક છે, જાણો ખાવાની શ્રેષ્ઠ રીતો

Admin

સફેદ વાળને કારણે દેખાવ ખરાબ થઈ રહ્યો છે, આ લીલા પાંદડાની મદદથી કાળા વાળ પાછા મેળવો.

Karnavati 24 News

 Omicron ને કારણે નેધરલેન્ડમાં લૉકડાઉન, ભારતમાં 269થી વધારે કેસ

Karnavati 24 News