Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

પાટણના ગીતાબેન જાતે ટિફિન ડિલિવરી કરી 15 વર્ષથી પરિવારનું પાલન પોષણ કરે છે

પાટણના સાલવી વાડા વિસ્તારમાં ભાટીયા વાડમાં રહેતા 42 વર્ષના ગીતાબેન ભાટીયા જેમના પતિ હયાત હોવા છતાં પરિવારના ગુજરાન અને સંતાનોના ભવિષ્ય માટે કંઈ જ ન કરી રમતારામ માફક જિંદગી જીવતા અંતે તેમને જ ઘરની જવાબદારી ઉપાડી અન્ય કોઈ ધંધો વ્યવસાય થઈ શકે તેમ ન હોય તેમની રસોઈની જ કળાને હથિયાર બનાવી લોકોના ટિફિન બનાવી આપવાનું શરૂ કરી જાતે જ ડિલિવરી કરવા જવાનું શરૂ કર્યું.

જોત જોતાંમાં શહેરના ફરીને લોકોના ઘર, ઓફિસ કે દુકાનો પર ટિફીનની જરૂર હોય ત્યાં એક્ટિવા પર ડિલિવરી કરી પુરુષ સમાન ઘરની સારી રીતે જવાબદારી પુરી કરી રહ્યા છે. જેમના સાહસ સંઘર્ષ અને સંતાનો પ્રત્યે રહેલ માતુત્વ પ્રેમ આજે સમગ્ર શહેરમાં સરાહનીય બન્યો હોય લોકોમાં તેમના પ્રત્યે ગર્વની લાગણી જોવા મળી રહી છે.

80 ટકા આવક બાળકોના શિક્ષણ પાછળ ખર્ચે છે ગીતાબેને જણાવ્યું હતું કે મારા પતિ કમાતા ન હોય મારી જેમ મારા સંતાનોની જિંદગી ન બગડે માટે મેં તેમના માટે કમાવવાનું નક્કી કર્યું.અને હાલમાં રોજના 50 જેટલા ટિફિન 60 રૂ. ના દરે લોકોને ભોજન ટીફીનમાં પેકિંગ કરીને આપવા જાવું છું.15 વર્ષથી સતત આ રીતે સંતાનો અને પરિવાર માટે મહેનત કરું છું. મારા સંતાનોનું ભવિષ્ય સારું બને એજ એકમાત્ર મારું સ્વપ્નું છે.એટલે ભોજન અને રસોઈ માટે રાખેલ એક મહિલા સહિતનો ખર્ચે કાઢતા વધેલ રકમમાંથી પોતાના પરિવાર કે અન્ય વસ્તુઓમાં વાપરવાના બદલે 80 ટકા રકમ ફક્ત દીકરી અને દીકરાના શિક્ષણ ખર્ચ માટે જ વાપરું છું.

હાલમાં વધતા મોંઘવારી અને શિક્ષણ ખર્ચેન પહોંચી વળવું સામાન્ય પરિવાર માટે ખૂબ જ મુશ્કેલ બન્યું છે.તેવી સ્થિતિમાં ગીતાબેન સતત મહેનત કરી રળતા આવક માંથી બાળકોની ભવિષ્ય ઉજ્જવળ બને માટે દીકરા ને હાલમાં સાણંદ ખાતે BSC બાયોલોજી માં અભ્યાસ કરાવી રહ્યા છે.તો દીકરી પાટણમાં 11 સાયન્સમાં અભ્યાસ કરાવી રહ્યા છે.જેમની મોટી રકમની ફી ભરવા હમેશા તેઓ ચિંતામાં જ રહેતા હોય અન્ય કોઈપણ ખર્ચ કરતા નથી.

संबंधित पोस्ट

હેલ્થ સેક્ટરમાં એન્ટ્રી મારવા જઈ રહ્યા છે અંબાણી, વિદેશની ધરતી પર કરશે મોટી ડીલ

Karnavati 24 News

ભારતમાં Paytmની સેવા થઈ ઠપ્પ, લેન-દેન અને એપ ઓપન કરવામાં એરર

Karnavati 24 News

ટ્વિટર માટે મસ્કની યોજના: મસ્ક 2028 સુધીમાં ટ્વિટરની આવક $26.4 બિલિયન સુધી લઈ જવા માંગે છે, જે અત્યારે છે તેનાથી 5 ગણી વધારે છે.

Karnavati 24 News

Multibagger Stocks: 6 રૂપિયાના આ શેરે રોકાણકારોને અમીર બનાવ્યા, માત્ર 5 વર્ષમાં 1 લાખના 94 લાખ થઈ ગયા

Karnavati 24 News

આજે ડોલર સામે રૂપિયો મજબૂત થયો આ કારણ જવાબદાર છે

Karnavati 24 News

Bank Holidays In May 2022 :મે મહિનામાં બેંકો 13 દિવસ બંધ રહેશે, RBIએ રજાઓની યાદી બહાર પાડી…

Karnavati 24 News