સુરેન્દ્રનગર જિલ્લો સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના આગેવાનોએ કલેક્ટર કચેરીમાં મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને સંબોધી રજૂઆત કરી હતી.જેમાં વેરાવળમાં બ્રહ્મસમાજની દિકરી પર થયેલા હીચકારા જીવલેણ હુમલો બનાવમાં આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. …આ અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગીર સોમનાથના વેરાવળ શહેરમાં બ્રહ્મસમાજના ભાવેશભાઇ જોષીના પુત્રી તેજશ્વીને આરોપી યશ બીપીનભાઇ કારીયાએ તાજેતરમાં પુર્વ કાવતરૂ ઘડી છરી, હથોડી, એસીડ બોમ્બ જેવા જીવલેણ હથીયારોથી ઘરમાં જઇને મારી નાખવાના ઇરાદે તીક્ષ્ણ હથીયારથી જીવલેણ હુમલો કર્યો હતો. આથી આવા બનાવો અટકાવવા અને કાયદાની ધાક બેસાડવા ભવિષ્યમાં આવો કોઇ બનાવ ન બને માટે દાખલા રૂપ કાર્યવાહી કરી ન્યાય આપવાની માંગ કરી હતી તેમજ આરોપીને બચાવવા કોનો કોનો સંપર્ક રાખી કાયદાથી બચાવવા પ્રયાસ કરાય છે તેની તટસ્થ તપાસની માંગ કરી હતી અને જો આ અંગે તટસ્થ તપાસ કરવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. આ તકે સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ સુરેન્દ્રનગર જિલ્લાના સુનીલભાઇ મહેતા, પ્રશાંતભાઇ ભટ્ટ, અલ્કેશ આચાર્ય, દુષ્યંત આચાર્ય, સ્મિતાબેન રાવલ, હેમાબેન ત્રિવેદી સહિત બ્રહ્મસમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લા કલેક્ટરને મુખ્યમંત્રી,ગૃહમંત્રી સહિતને સંબોધી લેખિત આવેદન પત્ર પાઠવ્યું હતુ.
