કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે પત્રકાર પરિષદ કરીને પાટીદારો પર આંદોલન સમયે થયેલા કેસને પાછા ખેચવાની રજૂઆત કરી છે. હાર્દિક પટેલે આ સાથે જ ચિમકી ઉચ્ચારી છે કે 23 માર્ચ પછી પાટીદારો પર થયેલા કેસ પરત ખેચવામાં નહી આવે તો ફરી રાજ્યમાં આંદોલન કરવામાં આવશે.હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસને પરત ખેચવાની માંગ કરી છે. પાટીદાર ધારાસભ્યો અને સાંસદોની મુખ્યમંત્રીને રજૂઆત છતા પણ પાટીદારો સામેના કેસને પરત ખેચવામાં આવ્યા નથી. પાટીદાર અનામત આંદોલનનો બધાને લાભ મળ્યો છે. 6માર્ચે મૃત્યુ પામેલા યુવાનોના પરિવારજનો સાથે સંવાદ કરવામાં આવશે. આગામી 23 માર્ચથી રાજ્યમાં આવેદનપત્ર આપવામાં આવશે. હાર્દિક પટેલે કહ્યુ કે મારા કેસ છોડી બીજા કેસને પરત ખેચો.મહત્વપૂર્ણ છે કે વર્ષ 2015માં રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદારો પર કેસ કરવામાં આવ્યા હતા. સાંસદ મોહન કુંડારિયાએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળીને પાટીદારો પરના કેસને પરત ખેચવાની માંગ કરી હતી. આ સાથે જ સાંસદ રમેશ ધડૂક પણ પાટીદારો પરના કેસને પરત ખેચવાની માંગ અનેક વખત કરી ચુક્યા છે.
