ઉદ્ઘાટન પ્રસંગે પધારેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલે વલસાડની કુસુમ વિદ્યાલયમાં ગત સોમવારે યોજાયેલી વકતૃત્વ સ્પર્ધામાં ‘મારો આદર્શ નાથુરામ ગોડસે’ વિષય બાદ સર્જાયેલા વિવાદ મુદ્દે ભાજપને ઘેરી હતી, તેમણે જણાવ્યું હતું કે આ વકૃત્વ સ્પર્ધામાં મને તો આકાશમાં ઊડતું પક્ષી જ ગમે, વૈજ્ઞાનિક બનીશ પણ અમેરિકા નહીં જાઉં અને ત્રીજો વિષય મારો આદર્શ નાથુરામ ગોડસે હતો, તેમ છતાં આગળના બે વિષયો છોડીને મહાત્મા ગાંધીના હત્યારા ગોડસેના વિષયને જ પ્રથમ ઇનામ આપ્યું છે, તે ભાજપની વિચારધારાને આગળ લઈ જવાની મન્શાના દર્શન કરાવે છે, હાલમાં પણ વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ ભાજપ સરકાર પોતાના અધિકારીઓ મારફતે આવા ગતકડાં કરવાનું ચાલુ કરી દીધુ છે, કુસુમ વિદ્યાલયમાં બનેલ ઘટના અંગે કોંગ્રેસે કઠોર પ્રત્યાઘાત આપતા અંતે સફાળી જાગેલી સરકારે જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની ફરજ પડી હતી, જો કે આ પણ એક ખેલ છે. હકીકતમાં આવી સ્પર્ધાઓમાં આ પ્રકારના ગાંધીજીના હત્યારના વિષયો પણ ખુદ ભાજપના નેતાઓ અને અધિકારીઓ જ આપે છે. અને વિવાદ થાય ત્યારે અધિકારીઓને સસ્પેન્ડ કરવાના ખેલ ખેલે છે. તેવા આક્ષેપ કોંગ્રેસી નેતા દિનેશ પટેલે કર્યા હતાં.