Vikrant Massey and Shital Thakur Wedding :વિક્રાંત અને શીતલ આ અઠવાડિયે સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે લગ્ન કરશે.
Vikrant Massey Wedding : ફિલ્મ ‘છપાક’ના અભિનેતા વિક્રાંત મેસીએ તેની ગર્લફ્રેન્ડ શીતલ ઠાકુર સાથે રજિસ્ટર્ડ મેરેજ કર્યા છે. વેલેન્ટાઈન ડે પર અભિનેતાએ શીતલ ઠાકુર સાથે તેના જ ઘરમાં લગ્ન કર્યા હતા. પરંતુ હવે સમાચાર છે કે, વિક્રાંત મેસી તમામ રીત રિવાજો સાથે શીતલ સાથે લગ્ન કરશે. પિંકવિલાના અહેવાલ મુજબ, વિક્રાંત અને શીતલ આ અઠવાડિયે સંપૂર્ણ વિધિ સાથે લગ્ન કરશે. ‘વિક્રાંત (Vikrant)અને શીતલ ( Shital Thakur )બંને 18 ફેબ્રુઆરીએ અભિનેતાના ગામમાં ધાર્મિક વિધિઓ સાથે લગ્ન કરશે. આ લગ્નમાં ખૂબ જ ખાસ અને ઓછા લોકોને બોલાવવામાં આવ્યા છે.
આ રીતે વિક્રાંત અને શીતલ મળ્યા
તમને જણાવી દઈએ કે, વિક્રાંત અને શીતલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. વર્ષ 2019માં વિક્રાંત અને શીતલની રોકા સેરેમની હતી. ઈન્ટરવ્યુમાં અભિનેતાએ આ સમાચારની પુષ્ટિ કરી હતી અને લગ્ન વિશે કોઈ માહિતી ન આપવાની વાત કરી હતી.
અભિનેતાએ સગાઈની વાતને સમર્થન આપ્યું
અભિનેતાએ કહ્યું- ‘મને લાગે છે કે જ્યારે યોગ્ય સમય આવે ત્યારે મારે આ વિશે વાત કરવી જોઈએ. પણ હા અમે એક નાનકડું ફંક્શન કર્યું, હું યોગ્ય સમયે લગ્ન વિશે વાત કરીશ.’ શીતલ અને વિક્રાંત પહેલીવાર વેબ સિરીઝ ‘બ્રોકન બટ બ્યુટીફુલ’માં સ્ક્રીન પર દેખાયા હતા. ત્યારથી બંનેની મિત્રતા ગાઢ બંધાઈ હતી. બાદમાં બંને રિલેશનશિપમાં આવ્યા અને હવે તેઓ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.
વિક્રાંત મેસીએ નવો ફ્લેટ લીધો
વિક્રાંતે કહ્યું હતું કે, તે શીતલ સાથે નવા અને મોટા ઘરમાં શિફ્ટ થયો છે. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, વર્ષ 2020માં વિક્રાંતે તેના નવા ઘરની ઝલક બતાવી. તે સમયે તે ફ્લેટ સંપૂર્ણ રીતે બન્યો ન હતો, તેમાં ઘણું કામ બાકી હતું. પણ હવે તેનું કામ થઈ ગયું છે. આવી સ્થિતિમાં વિક્રાંતે પોતાના ફ્લેટનો ફોટો શેર કર્યો અને સાથે લખ્યું, ‘મારું ઘર’. તે ફોટામાં શીતલ પણ વિક્રાંત સાથે જોવા મળી હતી.