Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

જુનાગઢ શહેર – જીલ્લા કોંગ્રેસ દ્વારા કોરોના સહાય મુદ્દે પત્રકાર પરિષદ યોજવામાં આવી

કોવિડ-19 મહામારીમાં ભાજપ સરકારના ગુન્હાહીત અને અણઘડ વહીવટને પરિણામે રાજ્યના લાખો નાગરિકોએ તેમના જીવ ગુમાવ્યા છે. ઉપરાંત મૃતકોના આંકડા છુપાવવાના અત્યંત નિંદનીય પ્રયાસો પણ ભાજપની સરકારે કર્યા છે.તાજેતરમાં સુપ્રિમકોર્ટની આકરી ટિપ્પણીઓના સંદર્ભમાં આ સઘળી હકીકતો બહાર આવી છે. આ અંગે પ્રદેશ પ્રમુખ આદરણીય શ્રી જગદીશભાઈ ઠાકોરની સૂચના અનુસાર જુનાગઢ શહેર – જીલ્લા કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજી પડદા ફાસ કરવામા આવ્યો.

 

સરકારના ચોપડે નોંધાયેલ મૃત્યુથી ઘણી વધુ અરજીઓ આવી છે ગુજરાતમા અંદાજે 300,000 થી વધુ લોકો નાં મૃત્યુ થયા છે.અત્યાર સુધીમાં 91810 અરજીઓ આવી જેમાં 58,840 અરજી ઓ મંજૂર થઈ ૧૫૦૦૦ જેટલી અરજીઓ પેન્ડિંગ છે પાંચ હજાર જેટલી અરજીઓ રિજેક્ટ થઈ ૧૧ હજાર જેટલી અરજીઓ પ્રોસેસમાં છે.

સુપ્રીમ કોર્ટ એ કહ્યું લોકો સરકાર ની દયા પર નથી જીવતા… સરકાર વળતર ચૂકવિને કોઈની પર ઉપકાર નથી કરતી WHO એ ભારત સરકાર ના કોવીડ મૃત્યુ આંકડા પર વિશ્વાસ કરતું નથી.

 

જુનાગઢ શહેર – જીલ્લા માં 3100 થી વધારે અરજી ઓ થઇ છે. લોકો ને સહાય મેળવવા દરદર ભટકવું પડે છે. ભાજપ સરકાર દ્વારા જુનાગઢ શહેર – જીલ્લા ના મૃત્યુ આંક 168 નો જાહેર કરવામા આવ્યો હતો. ખોટા આંકડાઓ બતાવી લોકો ને સહાય થી વંચિત રાખવા ના પ્રયત્નો સરકાર દ્વારા થઇ રહ્યા છે.આ પ્રેસ કોન્ફરન્સ માં જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ પટેલ, જીલ્લા પ્રમુખ નટુભાઈ પોંકિયા, કોર્પોરેટ ર લલીત ભાઈ પરસાણા, કિશોરભાઈ  હળવા ની, ગાંડુભાઈ ઠેસિયા, વાસવાણીભાઈ, રાજુભાઇસોલંકી, અરવિંદભાઇ, નથુભાઈ, સફિભાઈબંગાલી,કુદુસભાઈ, દાદુભાઈ હાલા,નિકુંજભાઇ, કાનાભાઈ ઘરડેસા, શારદાબેન, ફરજનાબેન, વર્ષાબેન,નથુભાઈ, બાવનજીભાઈ પટોડિયા,સહીત આગેવાનો ઊપસ્થિત રહ્યા હતા.

संबंधित पोस्ट

મનપા ઇમ્પેક્ટ ફી ભરી સેવા સદનને પણ કાયદેસર કરાવશે ?

Admin

હિંદ મહાસાગરમાં ચીન સાથે ડીલ કરવાની નવી રણનીતિ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ પહોંચ્યા માલદીવ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજીભાઈ દેસાઈને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી

Karnavati 24 News

મારા માટે A ફોર એટલે આદિવાસી, પહેલી સભા મારા આદિવાસી ભાઇ-બહેનોના આશિર્વાદ લઇને કરીશ : મોદી

Admin

ચૂંટણી પહેલા જ કર્ણાટક કેબિનેટે SC, ST અનામત વધારવાના પ્રસ્તાવને મંજૂરી આપી

ખાંભા તાલુકામાં કિસાન મોરચાના પ્રમુખ, પ્રભારી તેમજ વરિષ્ટ ભાજપના નેતા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી

Karnavati 24 News
Translate »