જૂનાગઢના ઝાંઝરડા ચોકડી નજીક ક્રિકેટ સટ્ટાના પૈસાની લેતી-દેતી ના કારણે યુવાનની હત્યા કરનાર શખ્સને જુનાગઢ સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા અને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.આ ઉપરાંત મૃતકના પરિવારજનોને સરકારની સ્કીમમાંથી 50000 ચુકવવાનો આદેશ કર્યો છે શહેરના ઝાંઝરડા રોડ પર ઓફિસ ધરાવતા રામદેવભાઇ મોઢવાડિયાને ગત તારીખ 25 10 2017 ના ક્રિકેટના સટ્ટાના પૈસાની લેતી-દેતી પ્રશ્ને લાખન ઉર્ફે લખન વીનુ ઓડેદરાએ છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી