મહેસાણા જિલ્લામાં સહિત રાજ્ય ભરમાં એક બાજુ સતત કોરોના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે અને સતત કોરોના નું સંક્રમણ વધી રહ્યું છે તો બીજુ બાજુ હાલમાં મહેસાણા જિલ્લામાં યોજાયેલ એક કાર્યકમમાં સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા ઉડ્યા છે હાલમાં સરકાર દ્વારા કડક નિયમો જાહેર કરવામાં આવ્યા છે તો બીજી બાજુ હાલમાં ભાજપનાં જ કોરોના ગાઈડ લાઈન નાં ધજાગરા ઉડાડતા હોય તેવા દ્શ્યો સામે આવ્યા છે જેમાં ખેરાલુ તાલુકાના મંદ્રોપુર ખાતે યોજાયેલ કાર્યકમમાં સોશ્યલ ડિસ્ટન્સ નાં ધજાગરા ઉડ્યા છે નાઇટ ક્રિકેટ ટુનામેન્ટ નો ઓપનિંગ કાર્યકમમાં સામાજિક અંતરના ધજાગરા ઉડ્યા હતા ભાજપના નેતા અલ્પેશ ઠાકોરની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા મોટાભાગના લોકો માસ્ક વગર જોવા મળ્યા આ કાર્યકમમાં સરકારના કોરોના નાં નીતિ નિયમો નું પાલન ક્યાંક જોવા મળ્યું ન હતું આ કાર્યકમ ને લઇ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે શુ અલ્પેશ ઠાકોર ને કોરોના નો ડર લાગતો નથી ? હાલમાં સરકાર દ્વારા તેના તમામ મોટા કાર્યકમો રદ કરવામાં આવ્યા છે ત્યારે શું આ કાર્યકમ હાલમાં યોજવો જરૂરી હતો ? શું આ કાર્યકમ માટે કોઈ પરમિશન લેવામાં આવી હતી ?