મહારાષ્ટ્રમાં દેશમાં સૌથી વધુ કોરોનાનો કહેર છે, બોલિવુડની પણ કેટલીક હસ્તીઓ કોરોનાની નવી લહેરમાં ઝપટે આવી છે. તેમાં હવે બોલિવુડ સ્ટાર જોન અબ્રાહમનો પણ હવે ઉમેરો થયો છે. જોન અબ્રાહમ અને તેના પત્ની પણ સંક્રમિત થતા હોય કવોરન્ટાઈન થયા છે. જોન અબ્રાહમે સોશિયલ મીડિયા પર આ ખબર આપી હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું- ત્રણ દિવસ પહેલા હું એક શખ્સના સંપર્કમાં આવ્યો હતો,જેના બારામાં મને બાદમાં ખબર પડી કે તે કોરોના પોઝીટીવ હતો. હવે મને અને મારી પત્ની પ્રિયાને પણ કોરોના થઈ ગયો છે. અને હાલ અમે હોમ કવોરન્ટાઈન છીએ.