Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
આરોગ્ય

જામનગરમાં વધુ બે દર્દીઓ ઓમિક્રોન વેરિયન્ટ સંક્રમિત ?

રાજ્યનો પ્રથમ ઓમીક્રોન દર્દી જામનગરથી સામે આવ્યા બાદ વધુ બે શંકાસ્પદ દર્દીઓ સામે આવ્યા છે. વિદેશથી આવેલ બંને દર્દીઓને હાલ કોવીડ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. બંને દર્દીઓ જામનગરના જ છે અને તાન્ઝાનિયાથી આવ્યા બાદ અમદાવાદ એરપોર્ટ પર બંને કોરોના પોઝીટીવ જાહેર થયા હતા. અમદાવાદ થી બંનેને જામનગર લઇ આવી જામનગરની કોવીડ હોસ્પિટલમાં બંનેનો રીપોર્ટ કરવામાં આવ્યો હતો જે રીપોર્ટ કોરોના પોજીટીવ આવ્યો હતો. બંને દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી વિદેશની હોવાથી બંનેને શંકાસ્પદ ઓમીક્રોન વેરીયંટ તરીકે જાહેર કરી કોવિડ હોસ્પિટલ પ્રસાસને બંનેના નમુના લઇ ગાંધીનગર મોકલી આપ્યા છે. દેશમાં કોરોનાના ઓમીક્રોન વેરીયંટની એન્રીછે થયાના બીજા જ દિવસે ગુજરાત રાજ્યનો પ્રથમ કેશ ( ૪, ડીસેમ્બર)ના રોજ નોંધાયો હતો. આ દર્દીના સંપર્કમાં આવેલ તેની પત્ની અને સાળો પણ ઓમીક્રોન વેરિયટ સંક્રામિત હોવાનું જાહેર થયું હતું. જેને લઇને જામનગરમાં એક જ સપ્તાહમાં ત્રણ દર્દીઓ નોંધાયા હતા. આ ત્રણેય દર્દીઓને કોવીડ હોસ્પિટલમાં સારવાર માટે રખાયા બાદ ૧૪માં દિવસે રજા આપવામાં આવી હતી. ત્યારબાદ ઓમીક્રોન વેરીયંટની હાજરી વચ્ચે જામનગરમાં કોરોનાનો કહેર વધતો ચાલ્યો છે, દરરોજ કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જેમાં ગઈ કાલે આફ્રિકન દેશ તાન્ઝાનિયાથી અમદાવાદ એરપોર્ટ પર ઉતરેલ જામનગરના એક સીતેર વર્ષના વૃદ્ધ અને તેની સાથેની ૨૩ વર્ષીય યુવતીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. અમદાવાદ એરપોર્ટ પર જ બંને દર્દીઓઓ કોરોનાંગ્રસ્ત જાહેર થયા બાદ બંનેને એમ્યુલન્સ બાય રોડ જામનગર લઇ આવી સીધા જ કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે હાલ બંનેની હાલત સ્થિર છે એમ મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડીએ જણાવ્યું છે. બંનેની ટ્રાવેલ હિસ્ટ્રી આફ્રિકન દેશની હોવાથી બંનેને હાલ ઓમીક્રોનના શંકાસ્પદ દર્દીઓ ગણી ફરી વખત નમુના લઇ લેબમાં મોકલી અપવામાં આવ્યા છે જેના રીપોર્ટ બાદ જ બંને નવા વેરીયંટ સંક્રમિત છે કે કેમ તેનો તાગ મળશે. બીજી તરફ જે ફ્લાઈટમાં બંને દર્દીઓ આવ્યા છે તે ફ્લાઈટના પેસેન્જર પણ ટ્રેસ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

संबंधित पोस्ट

2050 સુધીમાં 250 કરોડ લોકો બહેરા થઈ શકે છે

Karnavati 24 News

કોળાના બીજ તમારા માટે ખૂબ કામના હોઈ શકે છે, રસોઈ બનાવતી વખતે તેને ડસ્ટબિનમાં ફેંકશો નહીં.

Karnavati 24 News

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ સહિતના અગ્રણીઓએ જૂનાગઢના ધારાસભ્યના પૂછ્યા ખબર અંતર

Karnavati 24 News

શું બુલેટપ્રૂફ કોફી તમારા સ્વાસ્થ્ય માટે સારી છે?

Karnavati 24 News

 સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરી સામે ઉપવાસ પર બેઠેલા આમ આદમી પાર્ટીના હોદેદારો અને કાર્યકરોની તબિયત લથડતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

Karnavati 24 News

 પાટણ જિલ્લામાં માસ્ક વગર ફરતા લોકો પાસેથી છેલ્લા પોણા 3 વર્ષમાં રૂ. 4.48 કરોડનો દંડ વસૂલાયો

Karnavati 24 News