કાંકરેજ તાલુકાના રાનેર ખાતે શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલા અને શ્રી સુરેશભાઇ શાહનું સન્માન અને સાકરતુલા સમારોહ ડીસા તાલુકા ભદ્રામલી ખાતે અને કાંકરેજ મતવિસ્તારના ૧૮ ગામો દ્વારા મંત્રીશ્રીનો સન્માન કાર્યક્ર્મ યોજાયો બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાનેર ખાતે શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલા અને જિલ્લા ભાજપ પ્રભારીશ્રી સુરેશભાઇ શાહનું સન્માન અને સાકર તુલા સમારોહ તથા ડીસા તાલુકાના ભદ્રામલી ખાતે અને કાંકરેજ મતવિસ્તારના ૧૮ ગામો દ્વારા મંત્રીશ્રીનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાએ ગામલોકોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આપ લોકો મારા પર વિશ્વાસ મૂકી મને કિંમતી મત આપી ધારાસભ્ય બનાવ્યા છે અને સરકારશ્રીએ મને મંત્રી તરીકેની જવાબદારી સોંપી છે તે બદલ આપ સૌનો આભારી છું. તેમણે જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રભારીશ્રી સુરેશભાઇ શાહના ગામ રાનેર ખાતે અમારું સન્માન અને સાકરતુલા કરી આપે આજે ફરી એકવાર આમારા પર ઋણ ચડાવ્યું છે.