Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

હાઈ રિટર્ન સ્ટોકઃ આ શેરે રોકાણકારોને માત્ર 9 મહિનામાં 1 લાખથી 52 લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું, જાણો સ્ટોક અને કંપની વિશે સંપૂર્ણ માહિતી

2011 માં શરૂ થયેલી EKI Energy Services એ ભારતમાં કાર્બન ક્રેડિટ(Carbon credit) ઉદ્યોગમાં સૌથી મોટી કંપનીઓમાંની એક છે.
High Return Stock : શેરબજાર(Share Market)માં છેલ્લા કેટલાક દિવસોથી ઉતાર – ચઢાવની સ્થિતિ નજરે પડી રહી છે. આ સંજોગોમાં બજારની સ્પષ્ટ દિશાનું અનુમાન લગાવવું મુશ્કેલ બની રહ્યું છે. આ દરમ્યાન જો કોઈ કહે કે 2021માં જ કોઈ શેરે 5000 ટકાથી વધુ વળતર આપ્યું છે તો કદાચ કોઈ તેના પર વિશ્વાસ નહીં થાય પણ આ હકીકત છે. એક શેરે આ રિટર્ન ફક્ત એપ્રિલ 2021 થી અત્યાર સુધીમાં આપ્યું છે. EKI Energy ના શેરે (Multibagger Stock)રોકાણકારોને માલામાલ બનાવ્યા છે.

શેરમાં વૃદ્ધિની સ્થિતિ

તારીખ શેરનો ભાવ(રૂ.) આજે મળતું રિટર્ન (ટકામાં)
7 એપ્રિલ 147 5,192.01%
25 જૂન 648 1,099.30%
25 નવેમ્બર 4961 56.78%
20 ડિસેમ્બર 6400 21.55%

EKI Energy નો શેર એપ્રિલ 2021માં 147 રૂપિયા પર ટ્રેડ થયો હતો. અને તમને જાણીને નવાઈ લાગશે કે આજે આ શેરની કિંમત 7,779 રૂપિયા છે. જો તમે આ બે નંબરો વચ્ચે ટકાવારીના તફાવતની ગણતરી કરો છો તો તમને ખબર પડશે કે આ સ્ટોકમાં 5192 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.

EKI એનર્જીના સ્ટોકે લગભગ દરરોજ 5% ની અપર સર્કિટ આપી છે. વચ્ચે થોડા દિવસો સુધી ઘટાડા પછી સ્ટોક ફરીથી અપર સર્કિટ આપવાનું શરૂ કર્યું છે. આ જ કારણ છે કે ત્યાં ખરીદદારો વધુ છે પરંતુ કોઈ તેને વેચવા તૈયાર નથી.

EKI Energy શું કરે છે?
2011 માં શરૂ થયેલી EKI Energy Services એ ભારતમાં કાર્બન ક્રેડિટ(Carbon credit) ઉદ્યોગમાં સૌથી મોટી કંપનીઓમાંની એક છે. કંપની ક્લાઈમેટ ચેન્જ એડવાઈઝરી, કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ, બિઝનેસ એક્સેલન્સ એડવાઈઝરી અને ઇલેક્ટ્રિકલ સેફ્ટી ઓડિટમાં સેવાઓ પૂરી પાડે છે. જો કે તેનો મુખ્ય વ્યવસાય કાર્બન ક્રેડિટનો વેપાર કરવાનો છે.

કાર્બન ક્રેડિટ શું છે?
કાર્બન ક્રેડિટ એ એક પ્રમાણપત્ર છે જે દર્શાવે છે કે વાતાવરણમાંથી એક ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનમાં ઘટાડો થયો છે. આ ઘણીવાર વૃક્ષો વાવવા જેવી પ્રવૃત્તિઓ હાથ ધરીને અથવા ઔદ્યોગિક એપ્લિકેશન જેવા ઉત્સર્જન બિંદુઓ પર કાર્બન-ઘટાડવાના એજન્ટોનો ઉપયોગ કરીને પ્રાપ્ત થાય છે. આ પછી કાર્બન ક્રેડિટનો કાર્બન માર્કેટમાં વેપાર કરી શકાય છે.

જે કંપનીઓ કે ઉદ્યોગો માટે એક ટન કાર્બન ઉત્સર્જન બચાવવું ખૂબ મોંઘું છે તે કંપનીઓ પાસેથી આ કાર્બન ક્રેડિટ ખરીડી એક ટન કાર્બન બચાવવાનું સસ્તું પડે છે. ઉદાહરણ તરીકે જો તમે કોઈ ઉત્પાદન બનાવો છો તો તેની કિંમત 100 રૂપિયા છે પરંતુ કોઈ અન્ય વ્યક્તિ તે જ ઉત્પાદનને 30 રૂપિયા અથવા 50 રૂપિયામાં બજારમાં વેચે છે. આવી સ્થિતિમાં તમારા માટે તે વધુ સારું રહેશે કે તમે સૌથી સસ્તા વિક્રેતા પાસેથી ખરીદી કરો

EKI Energy Services Ltd ના શેરની સ્થિતિ
Last Price 7,779.25
Mkt cap 5.35TCr
P/E ratio 41.04
Div yield 0.013%
52-wk high 7,779.25
52-wk low 140.00

संबंधित पोस्ट

પોસ્ટ ઓફિસની મજબુત સ્કીમ, એક વર્ષમાં તમને બેંકમાંથી મળશે વધુ લાભ, જાણો તમામ વિગતો

Karnavati 24 News

ડીઝલ અને કેરોસીન ના ભાવ ખટાડવા ની માછીમારો ની માંગ

Karnavati 24 News

ભરૂચ દહેજની ખાનગી કંપનીમાં આગ લાગતા દોડધામ,સદનસીબે કોઈ જાનહાની નહિ

Karnavati 24 News

રિલાયન્સ જિયો તરફથી આકર્ષક ઓફર! આપી રહ્યું છે 1,500 રૂપિયાનો બેનિફિટ, બસ કરવું પડશે આ કામ

Karnavati 24 News

LIC IPO: સરકાર એપ્રિલ 2022ના અંત સુધીમાં LIC IPO લોન્ચ કરી શકે છે, મંત્રીઓની પેનલ સમયમર્યાદા નક્કી કરી શકે છે

Karnavati 24 News

બનાવટી રિવ્યૂ પર કડક નિયમો બનાવાશેઃ શોપિંગ વેબસાઈટ પર ફેક રિવ્યૂ લખનારાઓની હવે કોઈ તબિયત નથી, સરકાર બનાવી રહી છે નવું માળખું

Karnavati 24 News