Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

અમદાવાદ ગ્રામ્યના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ત્રણ બોગસ ડૉક્ટરોની ધરપકડ કરવામાં આવી



(જી.એન.એસ) તા. 19

અમદાવાદ,

અમદાવાદ ગ્રામ્યના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા મંગળવારે અમદાવાદના અસલાલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ત્રણ બોગસ ડૉક્ટરોની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ કોઈપણ માન્ય તબીબી લાયકાત વિના પ્રેક્ટિસ કરતા હોવાનું જણાયું હતું. 

અસલાલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ગઈકાલે ત્રણ બોગસ ડૉક્ટર ઝડપાયા હતા. સમગ્ર મામલે અધિકારીઓએ જણાવ્યા હતું કે, ત્રણેય આરોપીઓ અમદાવાદ જિલ્લાના લાંભા અને કમોડ ગામમાં ગેરકાયદેસર રીતે દર્દીઓની સારવાર કરીને એલોપેથિક દવાઓ આપતા હતા. જ્યારે દરોડા દરમિયાન વિવિધ ફાર્માસ્યુટિકલ કંપનીઓની એલોપેથિક દવાઓ અને તબીબી સાધનોનો નોંધપાત્ર જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.  

આ સમગ્ર મામલે પોલીસે માન્ય નોંધણી વિના ગેરકાયદે દવાની પ્રેક્ટિસ કરતાં મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ લાંભા ખાતે રહેતાં રામકુમાર પ્રભુનાથ બાબુસિંગ સિંહ અને આનંદસિંહ બસદેવસિંહ રાજપૂત અને મૂળ પશ્ચિમ બંગાળના કામત્નમયા ઠાકુર બિશ્વાસ (હાલ-દસક્રોઈ)ની વિરૂદ્ધમાં ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ, 1963ની કલમ 30 મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

संबंधित पोस्ट

રાજકોટ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળને ૭૫ વર્ષ પૂર્ણ થતાં ૨૨થી ૨૬ ડિસેમ્બર ભવ્યાતિભવ્ય અમૃત મહોત્સવનું આયોજન

Admin

શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરી રૂ. 20 લાખથી વધુ પડાવનાર બે આરોપીઓની જામનગરથી ધરપકડ

Gujarat Desk

ગિફ્ટ સિટી ગાંધીનગરમાં ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિન્ટેક ઇન્સ્ટિટ્યૂટ અને ઇનોવેશન હબનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન

Gujarat Desk

સુરતમાં પુણા ગામમાં સર્જાઈ દુર્ઘટના, ગેસનો બાટલો ફાટતાં 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Gujarat Desk

BIS અમદાવાદ દ્વારા ટેક્સટાઈલ સંબંધિત ઉદ્યોગોના ગુણવત્તા નિયંત્રણ કર્મચારીઓ માટે બે દિવસીય કેપ્સ્યૂલ કોર્સનું આયોજન

Gujarat Desk

સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ભાજપની રેકોર્ડબ્રેક જીત; કોંગ્રેસ-આપ ને મોટો આંચકો

Gujarat Desk
Translate »