Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

TET-TAT ઉમેદવારો રજૂઆત કરે તે પહેલા જ ગાંધીનગરમાં પોલીસે ડિટેઇન કરી લીધા



(જી.એન.એસ) તા. 11

ગાંધીનગર,

રાજ્યના પાટનગર ખાતે TAT અને TET પાસ ઉમેદવારો દ્વારા ઊગ્ર રજૂઆત કરવામાં આવી હતી. વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે TAT અને TET પાસ ઉમેદવારો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને સરકાર સમક્ષ ભરતી પ્રક્રિયામાં સંખ્યા વધારવાની માંગ કરી હતી. જો કે, ઉમેદવારો યોગ્ય રીતે રજૂઆત કરે તે પહેલા જ પોલીસ દ્વારા ઉમેદવારોને ડિટેઇન કરવામાં આવ્યા છે.

વિધાનસભા બજેટ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે ગાંધીનગર વિધાનસભા ફરતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી વિરોધ પ્રદર્શન કરવા આવતા લોકોને રોકવામાં આવે છે. ત્યારે બીજી બાજુ આજે વિધાનસભાથી થોડે દૂર વિદ્યા સમીક્ષા ભવન ખાતે ઉમેદવારો પહોંચી ગયા હતા. આ ઉમદેવારોએ ભવન આગળ સૂત્રોચાર કરી અને પોસ્ટર બતાવી પોતાની માંગણીઓ રજૂ કરી હતી.

ઉમેદવારોએ જગ્યા વધારીને માંગ સાથે સૂત્રોચાર કર્યા હતા. જ્યાં પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી. આ ઉમેદવારો માંગણી કરી રહ્યા છે કે તારીખ 31 મે 2025ના રોજ 3374 શિક્ષકો નિવૃત્ત થશે અને 21,254 જેટલી જગ્યાઓ ખાલી પડશે, તો 5,000 જેટલી ઓછી ભરતી કેમ? 

संबंधित पोस्ट

યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય (ભારત સરકાર) નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગર દ્વારા રોડ સેફટી કાર્યક્રમ યોજાઓ

Gujarat Desk

આયુષ મેગાકેમ્પનો લાભ નગરજનો લઈ શકે તે માટે જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી દ્વારા જાહેર આમંત્રણ

Gujarat Desk

માંગરોળ માં ઘરનો કબાટ તોડીને 1.39 લાખની માલમતા ની ચોરી

Admin

બાબરાના ખંભાળા ગામ નજીક સિંહના આંટાફેરા,ત્રણ સાવજો દેખાતા ફફડાટ : વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ

Karnavati 24 News

અમદાવાદમાં ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ-૨૦૨૫ કોન્ફરન્સનો પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

Gujarat Desk

મહેસાણાના ખેરાલુમાં 18 વર્ષીય યુવાન તળાવ કિનારે રીલ બનાવવા જતા પગ લપસ્તા તળાવમાં ડૂબ્યો

Gujarat Desk
Translate »