Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૫નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ


આઇ.આઇ.ટી. ગાંધીનગરના ક્રિકેટ ગ્રાઉન્ડ પર પાંચ દિવસીય ટુર્નામેન્ટ યોજાશે

રાજ્યના વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશન્સની ટીમ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સૌ પ્રથમ વાર આયોજન

(જી.એન.એસ) તા. 5

ગાંધીનગર,

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકાઓની ક્રિકેટ ટીમ વચ્ચે રમાનારી ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનો ટોસ ઉછાળીને શુભારંભ કરાવ્યો હતો.

આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સૌ પ્રથમ વાર કરવામાં આવ્યું છે.

રાજ્યની ૬ મહાનગરપાલિકાઓની મેયર્સ ટીમ અને ૮ કોર્પોરેશન્સની કમિશનર ક્રિકેટ ટીમ એમ કુલ ૧૪ ટીમ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે.

આઇ.આઇ.ટી. ગાંધીનગરના ક્રિકેટ ગ્રાઉન્ડ તારીખ ૫ ફેબ્રુઆરી થી ૯મી ફેબ્રુઆરી, ૨૦૨૫ દરમિયાન આ ટુર્નામેન્ટ યોજાશે.

આ ક્રિકેટ ટુર્નામેન્ટ સાથે જ મહિલા પદાધિકારીઓ માટે ખાસ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પણ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ ટુર્નામેન્ટની ટિમ્સ સાથે પરિચય વિધિ કરી હતી અને સફળતાની શુભેચ્છાઓ પાઠવી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ ટુર્નામેન્ટનો પ્રારંભ ધારાસભ્ય શ્રી અલ્પેશ ઠાકોર, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબહેન પટેલ, ડેપ્યુટી મેયર શ્રી નટવરજી ઠાકોર તેમજ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવે , મ્યુનિસિપલ કમિશનર શ્રી વાઘેલા વગેરેની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો.

ટુર્નામેન્ટમાં સહભાગી અન્ય મહાનગરપાલિકાઓના પદાધિકારીઓ-અધિકારીઓ પણ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

संबंधित पोस्ट

છોટાઉદેપુર ચૂંટણીના પરિણામો બાદ બસપા અને ભાજપના કાર્યકરો વચ્ચે અથડામણ; પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિ કાબુમાં લીધી

Gujarat Desk

વોટર શેડ યાત્રા આખા દેશમાં હરિયાળી અને ખુશાલી લાવવા માટે કાઢવામાં આવી રહી છે –કેંદ્રીય ગ્રામીણ મંત્રીશ્રી શિવરાજસિંહ ચૌહાણ

Gujarat Desk

નવી મુંબઇની એક સ્કૂલના 16 વિદ્યાર્થી કોરોના સંક્રમિત, એકના પિતા કતારથી આવ્યા હતા

Karnavati 24 News

રાજ્યકક્ષાની ખેલ મહાકુંભ 3.0 લોન ટેનિસની સ્પર્ધામાં સચિવાલય જીમખાનાના ખેલાડીઓએ ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીતી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું

Gujarat Desk

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટસિટીમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સલન્સનો પ્રારંભ કરાવ્યો

Gujarat Desk

ઉંઝા તાલુકાના શિહી થી ટૂંડાવ રોડ અને વરવાડા થી ટૂંડાવ રોડ ઉપર અંદાજીત 80 લાખ રૂપિયાનું બોક્સ કન્વર્ટ (નાળા કામ) નું ખાત મુહુર્ત કરાયું

Karnavati 24 News
Translate »