76મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે તાપી જિલ્લા ખાતે આયોજિત રાજ્યકક્ષાની ઉજવણીમાં માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના વરદ્હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી થયા હતા
તથા માનનીય રાજ્યપાલશ્રી સાથે ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કરી નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું.
રાષ્ટ્રીય પર્વની આન-બાન-શાન સાથેની આ ઉજવણીમાં સુરક્ષા દળોની વિવિધ પ્લાટુનના જવાનો દ્વારા શિસ્તબદ્ધ સલામી પરેડ ઉપરાંત અદ્ભુત કૌવત અને કૌશલ્ય સાથે દિલધડક કરતબો તેમજ સ્થાનિક સંસ્કૃતિને ઉજાગર કરતી વિવિધ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી.