Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

તાલાલા પંથકનાં 4 ગામના લોકો દ્વારા મતદાન બહિષ્કાર કરાશે .

તાલાલા પંથકનાં 4 ગામના લોકો દ્વારા મતદાન બહિષ્કાર કરાશે

તલાલા પંથકમાં મતદાન મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે જેને લઇને આજે તેઓએ બેન લગાડી વિરોધ ક્યો

તાલાલા તાલુકાના ગીર જંગલની બોર્ડરનાં છેવાડાનાં ચાર ગામો વાડલા, જાવંત્રી, પાણીકોઠા અને લીમધ્રાના ગ્રામલોકોએ આગામી વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાનું જણાવી પ્રાથમિક સુવિધાઓથી પડતી હાલાકી અંગે તાલાલા મામલતદારને આવેદન આપતા વહિવટીતંત્ર અને ચૂંટણી પંચ દોડતું થઈ ગયું છે.તાલાલાનાં વાડલા ગામનું મુખ્ય મથક આંકોલવાડી હોય વાડલાના ગ્રામલોકો રોજ-બરોજની જરૂરીયાતનો સામાન ખરીદવા આંકોલવાડી આવતા હોય છે. બે કી.મી.નાં અંતરમાં વચ્ચે નદી ઉપર આવતું બેઠું પુલીયું કાઢી પુલ બનાવવા વર્ષોથી માંગણી કરી રહ્યા છે. ચોમાસામાં ચાર માસમાં વાડલા ગામ છાશવારે વિખુટૂ પડી જાય છે. ઉપરાંત ગામમાં મોબાઈલ નેટવર્કના પણ ધાંધીયા છે. અવાર નવાર રજૂઆતો કરવા છતાં તંત્ર ધ્યાન આપતું નથી. જ્યારે જાવંત્રી, પાણીકોઠા, લીમધ્રાના લોકો બિસ્માર રસ્તાના મુદ્દે ભારે પરેશાન છે. 2 વર્ષ પહેલા બનેલ રોડ કોન્ટ્રાક્ટરે નબળા માલથી બનાવતા સંપૂર્ણ બિસ્માર છે. અને છાશવારે ખરાબ રોડથી અકસ્માતો સજાર્ય રહ્યા છે.

संबंधित पोस्ट

ભાવનગર મહાપાલિકા ના સેનેટરી સબ ઈન્સ્પેક્ટર ને સસ્પેન્ડ કરાયા

Admin

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહેરામપુરા, દાણીલિમડાના વિવિધ વિસ્તારોમાં દબાણો હટાવવાની કામગિરી

Karnavati 24 News

નરેન્દ્ર મોદીએ ભરુચ વાસીઓને કહ્યું, મારું એક કામ છે જે પર્સનલ છે તમે કરશો, આવું કેમ કહ્યું?

Admin

અમિત શાહની આજે 5 જિલ્લાઓમાં સભા, અમદાવાદમાં પણ આવશે શાહ

Admin

રાજકોટનાં દૂધસાગર રોડ પરથી ઝડપાયો દારૂ ભરેલ વાહન: ૭ લાખથી વધુ કિંમતની દારૂની બોટલો કરી જપ્ત

Admin

1 ડીસેમ્બરે પીએમ મોદી પંચમહાલમાં જંગી સભાને સંબોધશે, ગત વખતે 2017માં થઈ હતી સભા

Admin