મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યની નગરપાલિકાઓમાં રિન્યુએબલ એનર્જીનો વધુને વધુ ઉપયોગ થાય તેવા પર્યાવરણ પ્રિય અભિગમ સાથે રાજ્યની વધુ 32 નગરપાલિકાઓને 60 સ્થળોએ સોલાર પાવર પ્લાન્ટ્સ સ્થાપવા માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ₹45.37 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
નગરપાલિકાઓ પોતાના STP, WTP, પંપિગ સ્ટેશન્સ, વોટર વર્ક્સ અને નગરપાલિકાના બાંધકામોમાં સોલાર પ્લાન્ટ સ્થાપીને સોલાર વીજઉત્પાદનથી આત્મનિર્ભરતા મેળવી શકે તેવો હેતુ આ પાછળ રહેલો છે.
રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં બિનપરંપરાગત ઊર્જાનો ઉપયોગ થવાથી ભવિષ્યમાં તેમના વીજબિલમાં અંદાજે 50% સુધીની બચત થઈ શકશે.