Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં વિધિવત રીતે જોડાઈ રહેલા અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારના સામાજિક આગેવાનો અને કાર્યકરો

ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં વિધિવત રીતે જોડાઈ રહેલા અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારના સામાજિક આગેવાનો અને કાર્યકરોને કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરાવીને આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષની વિચારધારા સૌને સાથે લઈને ચાલવામાં માનનારી છે. ભાજપની જનવિરોધી નીતિના કારણે સમાજના તમામ વર્ગો હેરાન-પરેશાન છે. દેશમાં આર્થિક અસમાનતા વધી રહી છે. ગરીબ અતિ ગરીબ થતો જાય છે. ધનિક વધુ ધનિક થતા જાય છે. ભાજપ સરકારની નિતિ ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગને નુકસાન કરનાર છે. ભાજપના શાસનમાં મોંઘવારી-બેરોજગારી સતત વધી રહી છે. કોંગ્રેસની વિચારધારાએ દેશની આઝાદી માટે લડત લડી છે. ભાજપ સરકારની જનવિરોધી નિતિને લીધે સમગ્ર દેશવાસીઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. ભાજપ શાસનમાં શિક્ષણ, આરોગ્ય સહિતની સેવાઓ સતત મોંઘી થતી જાય છે. યુવાનોને રોજગારી નથી, માટે ગુજરાતના હિતમાં સત્તા પરિવર્તન જરૂરી છે. કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આગળ વધી રહી છે. અનેક મોટા નેતાઓ તથા કાર્યકર્તાઓ, રાજકીય અને બિનરાજકીય આગેવાનો અને કાર્યકર્તાઓ અવિરત રીતે કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે, તેઓને આવકારીએ છીએ.
શ્રી બાલુભાઈ હરજીભાઈ કતપરા ભાજપ પક્ષ છોડીને કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે. શ્રી રજનીભાઈ રાઠોડ, શ્રી રવિન્દ્રભાઈ અમીન, શ્રી દિનેશભાઈ પરમાર, શ્રી મુળજીભાઈ સોલંકી, શ્રી યોગેશભાઈ રાઠોડ, શ્રી કૌશીકભાઈ રાઠોડ, શ્રી લલિતભાઈ રાઠોડ, શ્રી મહેશભાઈ પરમાર સહિત 100 જેટલા આગેવાનો સમાજ કલ્યાણ વિભાગના પૂર્વ અધિકારીશ્રી રાજેન્દ્રભાઈ રાઠોડના નેતૃત્વમાં કોંગ્રેસપક્ષમાં વિધિવત રીતે જોડાયા હતા.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી બિમલ શાહ, એ.આઈ.સી.સી.ના મંત્રીશ્રી રામકિશન ઓઝા, મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.

(ડૉ. મનિષ એમ. દોશી)
મીડીયા કન્વીનર અને પ્રવક્તા

संबंधित पोस्ट

गोरखपुर की गौरवशाली संस्कृति, समृद्ध विरासत एवं प्रगति के उत्सव ‘गोरखपुर महोत्सव-2025’ के समापन समारोह

Karnavati 24 News

અમરેલી સહિત સૌરાષ્ટ્ર, ગુજરાતમાં કાતિલ ઠંડીની સાથોસાથ લગ્નગાળો પણ ચાલી રહ્યો છે લગ્નગાળામાં અમરેલી એસ.ટી.તંત્રને દૈનિક આવકમાં વધારો

Admin

मशहूर पत्रकार रवीश कुमार ने दिया NDTV से अस्तीफा जाने वजह

Admin

देखिए कैसे बेगूसराय पहुंचा डीजल उसने जो पाया वह बॉक्स-बाल्टी में ले गया

Karnavati 24 News

निकले थे चुहां चोर को पकड़ने, अंतराज्यीय चोर पकड़ में आया

Admin

આપણી સંવેદનાઓને ભયંકર લૂણો લાગ્યો છે !

Karnavati 24 News
Translate »