Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

ભાજપ સરકારમાં વધુ એક સ્કીમ (યોજના) બની ગઈ છે સ્કેમ (કૌભાંડ)

અખબારી યાદી
તા. ૧૧–૦૧–૨૦૨૫
• ભાજપ સરકારમાં વધુ એક સ્કીમ (યોજના) બની ગઈ છે સ્કેમ (કૌભાંડ)
• સરસ્વતી સાધના યોજના હેઠળ ખરીદેલી હજારો સાયકલો વિતરણ થયા વિના ધૂળખાય છે, ભંગાર થઈ ગઈ છે, બીજીબાજુ ભાજપ સરકાર નવી સાયકલો ખરીદી માટે ટેન્ડર બહાર પાડી નવા કૌભાંડની તૈયારી
• સરસ્વતી સાધના યોજના હેઠળ ૧ લાખ ૭૦ હજાર સાયકલની ખરીદીમાં ૮.૫૦ કરોડના ભ્રષ્ટાચારની તપાસની ફાઈલ કોના ઈશારે અભેરાઈ પર મુકી દેવામાં આવી છે ?
• રાજસ્થાનમાં એક સાયકલ ૩૮૫૭ રૂપિયામાં એ જ સાયકલ એ જ કંપની ગુજરાતમાં ૪૪૪૪ રૂપિયામાં સપ્લાય કરે. આમ એક સાયકલે ૫૦૦ રૂપિયા વધારે ૧ લાખ ૭૦,૦૦૦ હજાર સાયકલો એટલે કે ૮,૫૦,૦૦૦,૦૦/- રૂપિયા વધારે ચુકવવા પાછળનું કારણ શું ? સરકાર જવાબ આપે.
સરસ્વતી સાધના યોજના હેઠળ ખરીદેલી હજારો સાયકલો વિતરણ થયા વિના ધૂળખાય છે, ભંગાર થઈ ગઈ છે, બીજીબાજુ ભાજપ સરકાર નવી સાયકલો ખરીદી માટે ટેન્ડર બહાર પાડી નવા કૌભાંડની તૈયારી કરી રહી છે. ત્યારે ભાજપ સરકારમાં વધુ એક સ્કીમ (યોજના) બની ગઈ છે સ્કેમ (કૌભાંડ) તેવો સ્પષ્ટ આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૩-૨૪માં એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી. સમાજની ગરીબ દીકરીઓને સાયકલ આપવા માટે સરકારે સત્ર ચાલુ થાય ત્યારે જુન ૨૦૨૩માં સાયકલ આપવાની હતી. એના બદલે આખી પ્રક્રિયા વિલંબથી થઈ, સાયકલ ખરીદવા માટેના ટેન્ડરમાં પણ વિલંબ થયો. એની પાછળનું એક જ કારણ હતું કે મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયની સીધી સુચનાથી પોતાની માનીતી કંપનીઓને કોન્ટ્રાક્ટ અપાવવા માટે, ચૂંટણીમાં જેની પાસેથી મોટું ફંડ લેવાનું હશે તેની પાસે “ચંદા દો ધંધા લો”ના નિયમ મુજબ ભાજપની જે કાર્યપધ્ધતિ છે એ મુજબ ટેન્ડરના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો. એના સ્પેસીફીકેશનમાં ફેરફાર કરવામાં આવ્યો, સાયકલના સ્પેસીફીકેશન અને ગુણવત્તા બાબતની ક્વોલીટી કન્ટ્રોલ સેન્ટરને અવગણીને ડાયરેક્ટ ટેન્ડર કરવામાં આવે છે. ટેન્ડર પછી જે એજન્સી નક્કી કરવામાં આવી છે, કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એ બીજા રાજ્યો કરતા ૫૦૦ રૂપિયા વધારે ચૂકવીને એ કંપની પાસેથી સાયકલ ખરીદવા માટેનું નક્કી કરવામાં આવે છે. ૧ લાખ ૭૦ હજાર સાયકલ અને ૫૦૦ રૂપિયા ગણીએ તો લગભગ ૮ કરોડ કરતા વધારેની રકમ ચૂકવીને સરકાર શું કામ સાયકલ ખરીદી હશે ? કારણ કે ચૂંટણીમાં મોટું ફંડ મળ્યું હશે. એ ખરીદવાના ઓર્ડર આપ્યા પછી એપ્રિલ ૨૦૨૪માં સાયકલની ડીલીવરી આવે ત્યારે ક્વોલીટી કન્ટ્રોલ સેન્ટર ગાંધીનગર દ્વારા સાયકલની ગુણવત્તા બાબતની એના સ્પેસીફીકેશન મુજબ, ટેન્ડરની કંડીશન મુજબ ચકાસણી કરવામાં આવે છે. એમાં સ્પષ્ટ માલુમ થાય છે કે, હલકી ગુણવત્તાવાળી, સ્પેસીફીકેશન મુજબ ન હોવાની અને આઈ.એસ.આઈ. માર્કના ધોરણો છે ને પરિપૂર્ણ ન કરતી હોવાની હલકી ગુણવત્તાવાળી સાયકલો કંપનીએ સપ્લાય કરી છે. ક્વોલીટી કન્ટ્રોલ સેન્ટર દ્વારા જેને ચકાસણીમાં ફેલ કરવામાં આવે છે. ત્યારથી આજદિન સુધી સાયકલો હજારોની સંખ્યામાં વિવિધ જિલ્લાઓમાં ધૂળ ખાઈ રહી છે, ભંગાર હાલતમાં છે.
રાજ્યના ૧૫ થી વધુ જિલ્લામાં ધૂળ ખાતી ૫૦ હજાર જેટલી સાયકલ ભંગાર થઈ ગઈ છે તેને ફરીથી રંગરોગાન કરીને પધરાવી દેવાના કારસાની સાથે ભાજપ સરકારના સાયકલ ખરીદી કૌભાંડ અંગે તટસ્થ તપાસની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, અંકલેશ્વર, ખેડા, છોટા ઉદેપુર, ધાનેરા, વડોદરા, નર્મદા, રાજપીપળા, બનાસકાંઠા, બોટાદ, આણંદ, સુરેન્દ્રનગર, જામનગર, દાહોદ, ભરૂચ, ઉના, ગીર સોમનાથ, પંચમહાલ, મોરબી, મહુધા સહિત રાજ્યમાં ૫૦ હજાર જેટલી ધુળ ખાતી સાયકલો ભંગાર થઈ ગઈ છે. ગ્રીમ્કો દ્વારા ટેન્ડરની પ્રક્રિયા વખતે વાંધા ઉઠાવવામાં આવ્યા હતા એ મુજબ બીડના જે ભાવ આવ્યા છે એ રાજસ્થાનમાં મળેલ ભાવ કરતા ૫૮૭ રૂપિયા અને પશ્ચિમ બંગાળમાં મળેલ ભાવ કરતા ૪૨૫ રૂપિયા વધુ હોય એ બાબતે કંપની દ્વારા ખુલાસા આપવામાં આવેલ તે યોગ્ય રીતે જણાતું નથી એટલા માટે સદર યોજાયેલ બેઠકમાં બીડ રદ કરવા માટે સરકારની મંજુરી મેળવવા માટેનો પત્ર લખવામાં આવે છે, તેમ છતાં સરકાર બીડ રદ કરતી નથી અને એ જ કંપનીને ઓર્ડર આપવામાં આવે છે. ગરીબ દીકરીઓ માટેની યોજનામાં ખરીદાતી સાયકલોમાં ૮,૫૦,૦૦૦,૦૦ રૂપિયા જેટલો ભ્રષ્ટાચારમાં મુખ્યમંત્રીશ્રીની ઓફિસની સીધી સંડોવણી અને સુચનાથી આ કંપનીને ઓર્ડર અપાયો અને મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.
નવું શૈક્ષણિક વર્ષ શરૂ થયે ચાર મહિના કરતા વધારે સમય થયો પણ હજુ સુધી પાછલા વર્ષની સાયકલો દીકરીઓને મળી નથી ત્યારે કોંગ્રેસ પક્ષની સ્પષ્ટ માંગણી છે કે સાયકલની ડીલીવરી જે કંપનીને આપવામાં આવી છે એની ગુણવત્તાની ચકાસણી થાય, સ્પેશીફીકેશન ગુણવત્તા ના હોય તો એ કંપની સામે, જવાબદાર અધિકારી સામે કાર્યવાહી થાય અને આખી પ્રક્રિયામાં વિલંબ થયો અને કોની સુચનાથી, કોના લાભાર્થે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે એની તપાસ થાય.

(ડૉ. મનિષ એમ. દોશી)
મીડીયા કન્વીનર અને પ્રવક્તા

संबंधित पोस्ट

ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી એવી વૈશ્વિક ખ્યાતિ પ્રાપ્ત IT કંપની કોમનેટ (COMnet) હવે અમદાવાદના આંગણે

Karnavati 24 News

तापमान 40 डिग्री सेल्सियस से अधिक होने पर ब्रिटेन ने सर्वकालिक गर्मी रिकॉर्ड तोड़ दिया

Karnavati 24 News

Jugjug Jio: ‘द पंजाबन सॉन्ग’ पर मनीष मल्होत्रा ने नीतू कपूर के साथ किया डांस, वीडियो पर करण जौहर का रिएक्शन

Karnavati 24 News

वाराणसी में 45 डिग्री सेल्सियस पहुंचा तापमान: कल रात से नहीं चली हवा; मौसम विभाग का अनुमान- दो दिन छा सकते हैं बादल

Karnavati 24 News

ગુજરાતના દરિયાકાંઠેથી ઝડપાયું 400 કરોડનું ડ્રગ્સ, 6 પાકિસ્તાનીની ધરપકડ

Karnavati 24 News

जवाहर नवोदय विद्यालय में कक्षा 6 के सेलेक्शन टेस्ट परीक्षा का परिणाम जारी

Karnavati 24 News
Translate »