Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
खेल

IPL 2023 Point Table: પંજાબને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સે પ્લેઓફ તરફ ભર્યું વધુ એક પગલું, જાણો પોઈન્ટટે ટેબલમાં અન્ય ટીમોનું સ્થાન

મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સને હરાવ્યું છે. આ મેચમાં શિખર ધવનની ટીમને તેના હોમગ્રાઉન્ડ પર 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 215 રનનો ટાર્ગેટ હતો. મુંબઈ ઈન્ડિયન્સે 18.5 ઓવરમાં 4 વિકેટે 216 રન બનાવીને મેચ જીતી લીધી હતી. મુંબઈ ઈન્ડિયન્સની જીતના હીરો ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવ હતા જ્યારે બાકીનું કામ ટિમ ડેવિડ અને તિલક વર્માએ કર્યું હતું.

મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા નંબરે

મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ઓપનર ઈશાન કિશને 41 બોલમાં 75 રનની ઈનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે સૂર્યકુમાર યાદવે 31 બોલમાં 66 રનનું યોગદાન આપ્યું હતું. તેણે પોતાની ઇનિંગમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારી હતી. જ્યારે તિલક વર્મા 10 બોલમાં 26 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. આ સિવાય ટિમ ડેવિડે 10 બોલમાં અણનમ 19 રન બનાવ્યા હતા.

આ જીત બાદ રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા નંબર પર પહોંચી ગઈ છે. જ્યારે પંજાબ કિંગ્સની ટીમ સાતમા નંબરે સરકી ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સના 10-10 પોઈન્ટ હોવા છતાં રોહિત શર્માની ટીમ સારા નેટ રન રેટના કારણે છઠ્ઠા નંબર પર છે.

ગુજરાત ટાઇટન્સ ટોચ પર

હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ 12 પોઈન્ટ સાથે ટોચ પર છે. જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ બીજા નંબર પર છે. ચેન્નાઈ સુપર કિંગ્સ ત્રીજા નંબર પર છે. લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ 11-11 પોઈન્ટ ધરાવે છે. આ સિવાય રાજસ્થાન રોયલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ ક્રમશઃ ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા નંબરે છે. રાજસ્થાન રોયલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સના 10-10 પોઈન્ટ છે.

આ સાથે જ કોલકાતા નાઈટ રાઈડર્સ પોઈન્ટ ટેબલમાં આઠમા નંબર પર છે. જ્યારે આ સિવાય સનરાઈઝર્સ હૈદરાબાદ નવમા નંબરે અને દિલ્હી કેપિટલ્સ દસમા નંબરે છે. કોલકાતા નાઈટ રાઈડર્સ ઉપરાંત સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સના 6-6 પોઈન્ટ છે.

 

संबंधित पोस्ट

‘यह गेंदबाजों की गुणवत्ता है’: नागपुर पिच के बारे में मार्क वॉ के ‘हो-हा’ पर इरफ़ान पठान दी तीखी प्रतिक्रिया

Admin

कौन हैं हरप्रीत सिंह भाटिया? पीबीकेएस बल्लेबाज जो एलएसजी के खिलाफ आईपीएल मैच में 10 साल और 332 दिनों के अंतराल के बाद दिखाई दिया

Admin

पिता को खोया, दो बार चैंपियन रह चुकीं पूजा रानी पहुंची टूर्नामेंट तैयारियों के लिए राष्ट्रीय शिविर

Karnavati 24 News

पैट कमिंस नहीं आएंगे वापस, भारत वनडे में स्टीव स्मिथ करेंगे ऑस्ट्रेलिया की कप्तानी

Karnavati 24 News

मुंबई इंडियंस ने लगातार 8 मैच गंवाए: किसी भी सीजन में ऐसा करने वाली पहली टीम बनी, प्लेऑफ में पहुंचना बेहद मुश्किल

Karnavati 24 News

IPL 2023: એકદમ ચૂપ… લખનૌની રોમાંચક જીત પર ગૌતમ ગંભીરે RCBના ચાહકોને છંછેડ્યા, ચહેરા પર આંગળી મૂકીને કર્યા ચૂપ

Admin
Translate »