IPL 2023 ની પર્પલ કેપ હવે રાશિદ ખાનના નામે થઈ ગઈ છે. તેણે 25 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં બે વિકેટ ઝડપી હતી. રાશિદ ખાને ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં અત્યાર સુધીમાં સૌથી વધુ વિકેટ લીધી છે. લીગની દરેક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરને પર્પલ કેપ આપવામાં આવે છે. તેવી જ રીતે, દરેક સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનને ઓરેન્જ કેપ આપવામાં આવે છે.
પર્પલ કેપ રાશિદ ના નામે
IPL 2023 ની પર્પલ કેપ હાલમાં રાશિદ ખાન પાસે છે. તેણે અત્યાર સુધીની 16મી સિઝનમાં સૌથી વધુ 14 વિકેટ લીધી છે. આ સિઝનમાં તેનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 31 રનમાં 3 વિકેટ રહ્યું છે. પર્પલ કેપ માટે તેને મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહના આકરા પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. આ બંને બોલરોએ અત્યાર સુધીમાં 13-13 વિકેટ ઝડપી છે. આ સિવાય યુઝવેન્દ્ર ચહલ અને તુષાર દેશપાંડે પણ આ યાદીમાં સામેલ છે. IPL 2023માં ચહલ અને દેશપાંડેએ અત્યાર સુધીમાં 12-12 વિકેટ લીધી છે.
ડુ પ્લેસિસના નામે ઓરેન્જ કેપ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે ઓરેન્જ કેપ પર મજબૂત પકડ બનાવી લીધી છે. તેણે IPL 2023માં સૌથી વધુ 405 રન બનાવ્યા છે જેમાં 5 અડધી સદી સામેલ છે. 16મી સિઝનમાં તેનો સર્વોચ્ચ સ્કોર 84 રન હતો. ફાફ સિવાય આ સિઝનમાં અત્યાર સુધી કોઈ ખેલાડી 400 રનનો આંકડો પાર કરી શક્યો નથી. જો કે ઓરેન્જ કેપની રેસમાં અન્ય ઘણા ખેલાડીઓ પણ સામેલ છે. ડેવોન કોનવે ચેન્નાઈ સુપર કિંગ્સ 314 રન, ડેવિડ વોર્નર દિલ્હી કેપિટલ્સ 306 રન, શુભમન ગિલ ગુજરાત જાયન્ટ્સ 284 રન અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો વિરાટ કોહલી 279 રન ઓરેન્જ કેપની રેસમાં છે ઓરેન્જ કેપની રેસમાં છે..