Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

સુરત: લાજપોર જેલમાં આરોપીનો આપઘાત, સ્યુસાઇડ નોટમાં પ્રેમિકાને ઉદ્દેશી લખ્યું- ‘હું તને બહુ પ્રેમ કરુ છું, મમ્મી-પપ્પાને મળતી રહેજે’

સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં એક આરોપીએ આપઘાત કર્યો હોવાની ઘટના બની છે. અડાજણ પોલીસ સ્ટેશનમાં અપહરણ અને પોક્સો એક્ટ હેઠળના ગુનામાં જેલની સજા ભોગવી રહેલા આરોપીએ એક્ઝોસ્ટ ફેન સાથે ચાદર બાંધી ગળે ફાંસો ખઈને આત્મહત્યા કરી છે. આરોપીના મૃતદેહ પાસેથી પોલીસને અંગ્રેજી અને મરાઠી ભાષામાં લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં પોતે પ્રેમમાં નિષ્ફળ ગયો હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

રાતે ટોઈલેટમાં જઈ ગળે ફાંસો ખાદ્યો

મળતી માહિતી મુજબ, ગત સપ્ટેમ્બર, 2022માં અડાજણ પોલીસે અપહરણ અને પોક્સો એક્ટના ગુના હેઠળ 23 વર્ષીય આરોપી અવિનાશ ઉર્ફે અવી સામુદ્રે (લોનખેડા, જિ. નંદુરબાર, મહારાષ્ટ્ર)ની ધરપકડ કરી હતી અને 20 ફેબ્રુઆરી-2023થી અવિનાશ લાજપોર મધ્યસ્થ જેલમાં યાર્ડ નં. 10ની બેરેક નં. 4માં કેદ હતો. ગત રાતે અંદાજે 2.15 કલાકે ઊંઘી રહેલો અવિનાશ અચાનક ઉઠ્યો હતો અને બેરેકના ટોઇલેટમાં જઈ એક્ઝોસ્ટ ફેન સાથે ચાદર બાંધી ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. બેરેકના અન્ય એક કેદીએ આ મામલે જેલ અધિકારીઓને જાણ કરી હતી. 

સ્યુસાઇડ નોટમાં પ્રેમમાં નિષ્ફળ ગયો હોવાનો ઉલ્લેખ 

આથી, જેલ અધિકારીઓ તાત્કાલિક અવિનાશને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે અવિનાશને મૃત જાહેર કર્યો હતો. પોલીસને અવિનાશના મૃતદેહ પાસેથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં તેણે અંગ્રેજી અને મરાઠીમાં ભાષામાં લખ્યું છે. સ્યુસાઇડ નોટમાં પોતે પ્રેમમાં નિષ્ફળ ગયો હોવાનો ઉલ્લેખ કર્યો છે. તેણે પ્રેમિકાને ઉદ્દેશીને લખ્યું હતું કે, આ જીવનમાં આપણે સાથે નહીં રહી શકયા તેનો અફસોસ છે. હું તને બહુ જ પ્રેમ કરૂ છું, શક્ય હોય તો દર મહિને મારા મમ્મી-પપ્પાને મળતી રહેજે અને મારા ગયા પછી તું દુઃખી થઇશ નહીં. અવિનાશે લખ્યું હતું કે, મમ્મી-પપ્પા મને માફ કરજો, આ જન્મમાં હું તમારો સારો દીકરો નહીં બની શકયો. પરંતુ બીજા જન્મમાં હું તમારો દીકરો બનીને આવીશ. નાનાભાઇ ભાણાને ભણાવજો અને સારો દરજ્જો અપાવજો, મને માફ કરજો.

संबंधित पोस्ट

कर्नाटक में रोड शो के दौरान पीएम मोदी की सुरक्षा में चूक, सुरक्षा घेरा तोड़कर कार के पास पहुंचा युवक

Admin

અમદાવાદ: ખાલીસ્તાની વોઇસ ક્લીપ મામલે મુંબઈના વ્યક્તિનું નામ આવ્યું સામે, અગાઉ MPથી બે પકડાયા હતા

Karnavati 24 News

રાજુલા પોલીસે રેઢા આરોપીને અલગ અલગ જિલ્લાઓમાં ચોરી કરનાર ઈસમોને ઝડપી કાર્યવાહી કરી

Admin

અમદાવાદ: ઠંડાપીણાની મજા લેતા પહેલા ચેતી જજો…રેડમાં અયોગ્ય 700 લીટર ઠંડાપીણા-શરબતનો નાશ કરાયો, આટલી એકમોને નોટિસ

Admin

વાપી GIDC માં 68 કિલો નશીલો પદાર્થ જપ્ત કર્યા બાદ NCB એ સીલ કરેલી કંપનીમાંથી માલસામાન સગેવગે થયો હોવાની આશંકા

Admin

અમરેલી જિલ્લામાં મોડી રાતે ફાયરિંગની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે

Admin