Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
खेल

અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં પ્રથમ મેચ, બપોરે 3 વાગ્યાથી જ ગ્રાઉન્ડમાં અપાશે પ્રવેશ

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમ આઈપીએલના પ્રથમ દિવસે 31 માર્ચના રોજ ચીચીયારીઓથી ગૂંજી ઉઠશે. મેચ પહેલા દર્શકોને 3 વાગ્યાથી પ્રવેશ આપવામાં આવશે. દરેક મેચ પહેલા શરુઆતની મેચ રોમાન્ચક હોય છે ત્યારે પ્રથમ મેચ ગુજરાતની ટીમની રમાશે. 

ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે પ્રથમ મેચ અમદાવાદમાં રમાશે. આ મેચને લઈને તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં ક્રિકેટના ચાહકો મોટી સંખ્યામાં છે ત્યારે અમદાવાદમાં મોટી સંખ્યામાં ક્રિકેટ રસીકોએ ટિકિટ બુક કરાવી દીધી છે. ત્યારે ખરા ખરીના આ જંગની શરુઆત અમદાવાદથી થઈ રહી છે અનેક ફિલ્મી જગતના સિતારાઓથી લઈને ક્રિકેટના  ચાહકો મોટી સંખ્યામાં મેચ જોવા માટે આવશે. 31 માર્ચની સાંજે અમદાવાદ આઈપીએલ મેચનું સાક્ષી બનશે ત્યાર બાદ વિવિધ શહેરોમાં આઈપીએલના આયોજનો થશે.

પ્રથમ મેચ ગત વખતે ચેમ્પિયન રહેલી ગુજરાતની ટીમ એટલે કે ગુજરાત ટાઈટન્સ અને પહેલાથી વધુ મેચો જીતતી આવેલી ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. આઈપીએલ શરુ થતા પહેલા વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવશે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. મેચ દરમિયાન મોટી સંખ્યામાં લોકો દેશ અને વિદેશથી આઈપીએલને નિહાળવા માટે આવશે. 

નરેન્દ્ર મોદી સ્ટેડીયમ એ વિશ્વનું સૌથી મોટું સ્ટેડીયમ છે ત્યારે ગ્રાઉન્ડ દર્શકોથી ભરેલું જોવા મળશે. કે, હાર્દિક પંડ્યા અને એમએસ ધોનીની કેપ્ટન તરીકે ટીમને હેન્ડલ કરતા નજરે પડશે. બન્ને ટીમો આઈપીએલની અંદર ચેમ્પિયન બની ચૂકી છે. ત્યારે યુવા હાર્દિક પંડ્યા અને અનુભવી ધોનીની ટીમોને આમને સામને જોવાનો લ્હાવો 31 માર્ચના રોજ જોવા મળશે. 

संबंधित पोस्ट

आई पी ऐल में होंगे आज 2 मैच, देखे कौन-कौन सी टीमें भिड़ेगी

Admin

बॉर्डर-गावस्कर की ट्रॉफी धर्मशाला में नहीं अब ईस स्टेडियम में होगा मैच

Admin

MI vs GT: આજે મુંબઈ અને ગુજરાત વચ્ચેનો મુકાબલો, જાણો પ્લેઈંગ-11 અને જીતની વ્યૂહરચના

Admin

IND vs SA : जोहान्सबर्ग टेस्ट के चौथे दिन बारिश के आसार, क्या जीत से वंचित रहेगी टीम इंडिया?

Karnavati 24 News

कमाल के प्रदर्शन के बावजूद टीम इंडिया से बाहर होगा ये गेंदबाज, टी20 वर्ल्ड कप में नहीं खेलेगा?

Karnavati 24 News

Pro Kabaddi: पवन के सुपर 10 की बदौलत बुल्स को मिली जीत

Karnavati 24 News
Translate »