Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
Health &fitness

ભાવનગરમાં H3N2 ફ્લૂથી ભાવનગરમાં વૃદ્ધાનું મોત, ચાલી રહી હતી સારવાર

ભાવનગરમાં H3N2 ફ્લૂથી ભાવનગરમાં વૃદ્ધાનું મોત થયું હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. સારવાર દરમિયાન જ વૃદ્ધાનો જીવ ગયો હતો. આ દર્દી 21 માર્ચથી ખાનગી હોસ્પિટલમાં સિઝનલ ફ્લૂની સારવાર લઈ રહ્યા હતા. 

ભાવનગર શહેરના હિમાલયા સ્કાઈઝમાં રહેતા 83 વર્ષીય વ્યક્તિને સીઝનલ ફ્લૂ અને H3N2 ના લક્ષણો સામે આવતા દાખલ થયા હતા. 83 વર્ષના વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું હતં. આ કારણે ભાવનગરમાં પણ ચિંતા વધી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર 21 માર્ચના રોજ વૃદ્ધાને હોસ્પિટવમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યાર બાદ 22 માર્ચના રોજ વૃદ્ધા પોઝિટિવ જાહેર થયા હતા. સારવાર ચાલી રહી હતી એ દરમિયાન જ મૃત્યુ થયું હતું. હજુ પણ ભાવનગરમાં સિઝનલ ફ્લૂના આ પ્રકારનો એક દર્દી સક્રિય હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. 

અગાઉ આ પ્રકારના લક્ષણો સાથે વડોદરામાં પણ એક દર્દીનું મોત થયું હતું. આમ ગુજરાતમાં ફ્લૂના કેસો સામે આવતા આ મામલે ચિંતા પણ વધી છે. ભાવનગર સહીત વિવિધ જિલ્લા અને શહેરોમાં કોરોના ઉપરાંત સિઝનલ ફ્લૂના કેસો પણ સામે આવતા હતા. H3N2 રોગ પણ વધી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં કદાચ આ પ્રથમ મૃત્યુ છે. દરમિયાન ભાવનગર જિલ્લામાં કોરોનાનો નવો કેસ પણ સામે આવી રહ્યા છે. આમ ગુજરાતમાં કોરોનાના કેસોએ પણ ચિંતા વધારી છે. કેમ કે, એક્ટિવ કેસોનો આંક વધી રહ્યો છે. આ ઉપરાંત સ્વાઈન ફ્લૂના કેસો પણ સામે આવી રહ્યા છે.  

संबंधित पोस्ट

બોડી શેમિંગ ટિપ્સ: જાણો બોડી શેમિંગ શું છે? ડર્યા વિના તેનો સામનો કરો

Admin

શું તમને રાત્રે બરાબર ઉંઘ નથી આવતી? તો રાત્રે આ 3 વસ્તુઓ ન ખાવી

Admin

Healthy Sweet: અખરોટની ખીર હૃદય અને દિમાગ બંનેને ફિટ રાખે છે, સ્વાદ એવો છે કે તે ભૂલાય નહીં….

Admin

Male Fertility: આ એક ચટણી ખાવાથી પરણિત પુરુષોની ‘નબળાઈ’ દૂર થશે, જાણો કેવી રીતે બનાવશો…

Admin

આ કડવી વસ્તુમાંથી હર્બલ ટી તૈયાર કરો, નસોમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ ગાયબ થઈ જશે

Admin

Hangover: આ વસ્તુ એક ક્ષણમાં દારૂનો નશો દુર કરે છે, કોઈ સમસ્યા નહીં થાય

Admin