સ્વર્ણિમ ગુજરાત mla ક્રિકેટ લીગમાં 2022-23 ની 3 મેચ સોમવારે કોબા ખાતે આવેલ જે એસ પટેલ સ્ટેડિયમ ખાતે આવેલ જે. એસ.પટેલ સ્ટેડિયમ ખાતે મેચ રમાઈ હતી.તમામ મેચ 10 ઓવરની હતી
પ્રથમ મેચ બનાસ અને મહીસાગર વચ્ચે રમાઈ હતી જેમાં બનાસ ટીમે પ્રથમ બેટિંગ કરતાં 95રન/5 વિકેટે બનાવ્યા હતા જેની સામે મહીસાગરની ટીમે 74રન/7 વિકેટે બનાવ્યા હતા. અને બનાસની ટીમની 21 રને જીત થઈ હતી.
બીજી મેચ મિડીયા ટીમ અને તાપી વચ્ચે રમાઈ હતી જેમાં મિડીયા ટીમે પ્રથમ બેટિંગ કરતાં 101રન/3 વિકેટે બનાવ્યા હતા જેની સામે તાપીની ટીમે 68રન /10 વિકેટે બનાવ્યા હતા અને મિડીયા ટીમે 33 રને મેચ જીતી લીધી હતી.

ત્રીજી મેચ સાબરમતી અને નર્મદા વચ્ચે રમાઈ હતી જેમાં સાબરમતી ટીમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અલ્પેશ ઠાકોર તેમજ સામેની ટીમ નર્મદા માં હર્ષ સંઘવી ,હાર્દિક પટેલ, કૌશિક વેકરીયા પણ મેચ રમ્યા હતા . સૌપ્રથમ સાબરમતી બેટિંગ કરતા 84 રન /9 વિકેટે બનાવ્યા હતા જેના જવાબમાં નર્મદાની ટીમે 85રન/1 વિકેટે બનાવ્યા હતા. જેમાં નર્મદા ની ટીમે નવ વિકેટે મેચ જીતી લીધી હતી.જેમા હાર્દિક પટેલે 23 બોલમાં 53 રન બનાવ્યા હતા.જેમા 5 સિક્સર આને 4 ફોર મારી હતી અને બે ઓવર નાખી બે વિકેટ પણ લીધી હતી અને હાદિક પટેલે મેન ઓફ ધ મેચ બન્યા હતા.
