Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
Business

એલર્ટ / PAN કાર્ડને આધાર સાથે લિંક કરવાના ગણતરીના દિવસો બાકી, 1 એપ્રિલથી થઈ શકે છે 10 હજારનો દંડ

PAN Aadhar Link: આધાર કાર્ડ ખૂબજ ઉપયોગી દસ્તાવેજ છે. બેંકોના તમામ નાણાકિય કામમાં પેન કાર્ડ ખૂબજ ઉપયોગી છે. જોકે, ઘણા લોકોના પેન કાર્ડ આધાર સાથે લિંક કરવાનું બાકી છે. જો તમે પણ પેનને આધાર સાથે લિંક નથી કરાવ્યુ, તો 31 માર્ચ 2023 સુધી લિંક કરાઈ લેવું. અત્યારે પેન કાર્ડને આધાર સાથે લિંક કરવા માટે 1 હજાર ચાર્જ છે. જો તમે 31 માર્ચ સુધી પેન કાર્ડને આધાર સાથે લિંક નહીં કરો તો 10 હજાર સુધીનો દંડ થઈ શકે છે.

ઈનકમ ટેક્સ કાર્ડને આધાર સાથે લિંક કરવા કહી રહ્યું છે

પેન કાર્ડ જીવનભર માન્ય છે. જો કે, હવે એક નાની ભૂલને કારણે તમારું પેન કાર્ડ પણ નકામું થઈ શકે છે. હકીકતમાં, ઈનકમ ટેક્સ વિભાગ ઘણા સમયથી લોકોને પેન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવા માટે કહી રહ્યું છે. ઈનકમ ટેક્સે વિભાગ આ અંગે લોકોને સતત અપડેટ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં, પેન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 નક્કી કરવામાં આવી છે. ચાલો પેન કાર્ડને આધાર સાથે લિંક કેવી રીતે કરવું તે જોઈએ…

પેનને આધાર સાથે લિંક કરવાની પ્રક્રિયા

  • સૌથી પહેલાં ઈન્કમ ટેક્સની વેબસાઈટ વિઝિટ કરો
  • ત્યાં આધાર લિંક પર ક્લિક કરો
  • પેન અને આધાર નંબર દાખલ કરો
  • તેના પછીવેલિડેટ પર ક્લિક કરો
  • પેમેન્ટ ચુકવણી માટે NSDL ની વેબસાઈટ પર જવા માટેની લિંક દેખાશે
  • CHALLAN NO./ ITNS 280માં પ્રોસીડ પર ક્લિક કરો
  • ટેક્સ એપ્લિકેબલ(0021) ઈનકમ ટેક્સ (otherthan companies) પર ક્લિક કરો
  • ટાઈપ ઓફ પેમેન્ટમાં other recepitsને પસંદ કરવાનું રહેશે.
  • મોડ ઓફ પેમેન્ટમાં બે વિકલ્પ મળશે એક નેટ બેંન્કિંગ અને ડેબિટ કાર્ડ
  • તમારી સુવિધા મુજબ બંનેમાંથી કોઈ પણ એક ઓપ્શન પસંદ કરી શકો છે
  • પરમાનેન્ટ એકાઉન્ટ નંબરમાં પોતાનો પેન કાર્ડ નંબર દાખલ કરો
  • અસેસમેન્ટ યરમાં 2023-24ની પસંદગી કરો
  • એડ્રેસવાળી જગ્યામાં સરનામું લખો
  • કેપ્ચા કોડ નાખી પ્રોસીડ પર ક્લિક કરો
  • પ્રોસીડ પર ક્લિક કર્યા પછી સ્ક્રીન પર તમે દાખલ કરેલી માહિતી જોવા મળશે
  • માહિતીની ચેક કર્યા પછી આઈ એગ્રી (I Agree) પર ક્લિક કરો અને સબ્મિટ ટુ ધ બેંક પર ક્લિક કરો
  • દાખલ કરેલી ડિટેઇલમાં કોઈ ભૂલ હોય તો એડિટ પર ક્લિક કરો
  • હવે નેટ બેન્કિંગ અથવા ડેબિટ કાર્ડ ઓપ્શન પસંદ કરી અધર્સમાં 1000 રૂપિયા ભરો
  • ટ્રાન્ઝેક્શન પૂરું થયા પછી એક પીડીએફ (pdf) મળશે. તે ડાઉનલોડ કરી તમારી પાસે રાખો
  • પેમેન્ટ અપડેટ થવામાં 4-5 દિવસનો સમય લાગશે

લિંક નહીં કરો તો થશે ભારે નુકશાન

જો પેન કાર્ડ ડિએક્ટિવેટ થઈ જશે, તો તમે મ્યુચ્યુઅલ ફંડ અથવા ડીમેટ એકાઉન્ટ નહીં ખોલી શકો. આ સિવાય જો તમે આ પેન કાર્ડનો ઉપયોગ અન્ય કોઈપણ દસ્તાવેજ તરીકે કરો છો તો તગડું દંડ થઈ શકે છે. ઈન્કમ ટેક્સ એક્ટ 1961ની કલમ 272B હેઠળ તમને 10 હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

संबंधित पोस्ट

Multibagger Shares: ફાયનાન્સિયલ વર્ષ 23માં આ 8 સ્ટોકમાં મચી ધમાલ, શું તમે આમાંથી કોઈ ખરીદ્યો છે?

Admin

गर्मी में बारिश जैसे हालात के चलते फ्रिज और एसी की बिक्री में नहीं हुई बढ़ोतरी

फरवरी में जीएसटी कलेक्शन 12 फीसदी बढ़कर रुपया 1.49 लाख करोड़ हुआ

Admin

ભારતીય બેંકો સામે બેડ લોન વધવાનું જોખમ, રિટેલ અને MSME સેગમેન્ટ બની શકે છે કારણ: SBI અધિકારી

Admin

सेबी ने म्युचुअल फंडों से रिटर्न को लेकर झूठे वादे करने से दूर रहने का किया आग्रह

Karnavati 24 News

RBI એ લીધો મોટો નિર્ણય : આ બેંકના વ્યવહારો પર લગાવી રોક, ગ્રાહકો પર હવે કેવી અસર થશે?

Admin