Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

સુરત: પાલ ઉમરા બ્રિજ પર સર્જાયો ભયાવહ અકસ્માત, બાઇકસવાર બે યુવક ડિવાઇડર સાથે અથડાઈ 3 ફૂટ હવામાં ફંગોળાયા, પછી 15 ફૂટ નીચે પટકાયા, એકનું મોતસુરત: પાલ ઉમરા બ્રિજ પર સર્જાયો ભયાવહ અકસ્માત, બાઇકસવાર બે યુવક ડિવાઇડર સાથે અથડાઈ 3 ફૂટ હવામાં ફંગોળાયા, પછી 15 ફૂટ નીચે પટકાયા, એકનું મોત

સુરતના પાલ ઉમરા બ્રિજ ખાતે શુક્રવારે સવારે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. બ્રિજ પરથી પૂરઝડપે પસાર થઈ રહેલા બે બાઇકસવાર યુવક સંતુલન ગુમાવતા ડિવાઇડર સાથે અથડાયા હતા અને પછી આશરે 3 ફૂટ હવામાં ફંગોળાઈને બ્રિજની પાળી કુદાવી 15 ફૂટ બ્રિજની નીચે પટકાયા હતા. આથી બંને યુવકોને ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્માતને પગલે સ્થાનિક લોકોએ બંને યુવકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં મદદ કરી હતી, પરંતુ એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય યુવાનની હાલ સારવાર ચાલી રહી છે.

અકસ્માતમાં બાઈકનો પણ કચ્ચરઘાણ વળી ગયો

માહિતી મુજબ, મૂળ બંગાળના અને હાલ સુરતમાં રહેતા ખલીલુર રહેમાન અને તુરબ અલી શુક્રવારે સવારે એક બાઇક પર પાલ ઉમરા બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન બાઇકની સ્પીડ વધુ હોવાથી બાઇકચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને ઉમરા તરફના છેડા પર ડિવાઇડર સાથે અથડાયા હતા. ટક્કર એટલી ભયાવહ હતી કે બંને યુવક 3 ફૂટ હવામાં ઉછળીને બ્રિજની પાળી કૂદાવી 15 ફૂટ નીચે પટકાયા હતા. અકસ્માતમાં બાઈકનો પણ કચ્ચરઘાણ વળી ગયો હતો. જ્યારે, બંને યુવક નીચે પટકાતા તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત યુવકોને જોઈ લોકોએ ઇમરજન્સી સેવા 108 એમ્બ્યુલન્સને બોલાવી હતી અને પછી બંને યુવકોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા.

4 દિવસ પહેલા જ બંગાળથી સુરત આવ્યા હતા

જોકે, સારવાર દરમિયાન તુરબ અલીનું મોત નીપજ્યું હોવાની માહિતી છે, જ્યારે ખલીલુર રહેમાન હાલ સારવાર હેઠળ છે. માહિતી મુજબ બંને યુવક સુરતમાં એકલા રહેતા હતા. તેમનો પરિવાર બંગાળ ખાતે રહે છે. બંને યુવક નોકરી-ધંધાની શોધમાં 4 દિવસ પહેલાં જ સુરત આવ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી, આથી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે બંને યુવકના પરિવારનો પણ સંપર્ક કરવા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

संबंधित पोस्ट

ગાંધીનગર: વધતી જતી મોંઘવારી સામે વિધાનસભામાં કોંગ્રેસનો હલ્લાબોલ, બેનેરો અને સૂત્રોચ્ચાર કરી સરકારે ઘેરી

Admin

નરેન્દ્ર મોદીએ ભરુચ વાસીઓને કહ્યું, મારું એક કામ છે જે પર્સનલ છે તમે કરશો, આવું કેમ કહ્યું?

Admin

મારા માટે A ફોર એટલે આદિવાસી, પહેલી સભા મારા આદિવાસી ભાઇ-બહેનોના આશિર્વાદ લઇને કરીશ : મોદી

Admin

એસજી હાઈવેના નવ ટ્રાફિક જંકશન પર સીસીટીવી કેમેરા છે પણ ઓવરબ્રિજ પર નથી

Admin

ભરૂચ જિલ્લા ની પાંચ વિધાનસભા બેઠકો પર ભાજપ દ્વારા સેન્સ લેવાની પક્રિયા શરૂ કરાઇ

Admin

તાલાલા પંથકનાં 4 ગામના લોકો દ્વારા મતદાન બહિષ્કાર કરાશે .

Admin
Translate »