



શહેરના વાંઝાવાડ વિસ્તારમાં રહેતો મુન્ના બચ્ચું બોરીચા વાંઝાવાડ પતરાવાળા ડેલામાં દારૂનું પીઠું ખોલી ત્યાં મિતેશ મનસુખ ચૌહાણને માણસ તરીકે રાખી દેશી દારૂ પીવાની વ્યવસ્થા કરી આપતો હોવાની બાતમી મળતા એ ડિવિઝન પોલીસના સ્ટાફે આ સ્થળે દરોડો પાડતા ત્યાં મીરની બહાર જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા પોલીસ પહોંચતા ઓસરીમાં એક શખ્સ દારૂનું બચકું રાખી બેઠો હતો તેમ જ ફળિયામાં 11 શખ્સો હાથમાં કોથળી લઈ દેશી દારૂ પીતા જોવા મળ્યા હતા પોલીસને જોઈ દારૂ પીતા શખ્શોએ હાથમાં રહેલી કોથળીઓ ફેંકી ભાગવાનો પ્રયાસ કર્યો હતો પોલીસે મિતેશ મનસુખ ચૌહાણની પૂછપરછ કરતા તેણે પોતે મુન્ના બચ્ચું બોરીચાનો માણસ હોવાનું જણાવ્યું હતું તેની પાસેથી 32 દારૂની કોથળી મળી આવી હતી આ સ્થળે દારૂ પીવા આવેલા કાળુ હીરા ચુડાસમા રાજેશ બચ્ચું બોરીચા જીગ્નેશ હીરા ચુડાસમા સલીમશા હાસમશા શાહમદાર રોહિત સુરેશ પરાગી અશોક દિનેશ મુછડીયા ધનસુખ બચુ મકવાણા મનોજ કિશોર રાઠોડ પિયુષ મોહન ચુડાસમા ગોપાલ હરેશ જેઠવા અને શંકર શામજી જેઠવાને પકડી લીધા હતા. જ્યારે મુન્ના બચ્ચું બોરીચા હાજર મળ્યો ન હતો આ તમામ સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે