Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
टैकनोलजी

Moto G73 5G સ્માર્ટફોન 10 માર્ચે થશે લોન્ચ, જાણો સંભવિત કિંમત સહિત સંપૂર્ણ વિગતો

Moto G73 5G : ર્ટફોન નિર્માતા કંપની મોટોરોલા જલ્દી જ પોતાનો નવો સ્માર્ટફોન Moto G73 5G લોન્ચ કરવા જઇ રહી છે. તેને ભારતીય બજારમાં 10 માર્ચે લોન્ચ કરવામાં આવશે. આ સ્માર્ટફોનને જાન્યુઆરીમાં ગ્લોબલ માર્કેટમાં Moto G 53 5G સાથે લૉન્ચ કરવામાં આવ્યો હતો. મોટોરોલાએ તાજેતરમાં ટ્વિટર દ્વારા લોન્ચ તારીખને કન્ફોર્મ કરાઇ છે.

કિંમત અને અન્ય વિગતો

Moto G73 5G ગ્લોબલ લેવલે €300ની કિંમત સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો, જ્યારે ભારતમાં તેની કિંમત 20,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે. કિંમત મુજબ તે Realme 10 Pro, Xiaomi Redmi Note 12 અને OnePlus Nord CE 2 Lite 5G સાથે કોમ્પિટિશન કરે તેવી અપેક્ષા છે.

Moto G73 5G: ખાસિયતો

ફોન ઓક્ટા-કોર મીડિયાટેક ડાયમેન્સિટી 930 પ્રોસેસર 2.2GHz અને IMG BXM-8-256 GPU દ્વારા સંચાલિત થશે. તે 8GB રેમ અને 256GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે પ્રદાન કરવામાં આવશે, જે માઇક્રોએસડી કાર્ડ વડે 1TB સુધી વધારી શકાય છે. કેમેરા વિશે વાત કરીએ તો, આ Motorola ફોનમાં અલ્ટ્રા પિક્સેલ ટેક્નોલોજી સાથે 50MP પ્રાઈમરી સેન્સર હશે. આ કેમેરાની મદદથી દિવસ અને રાત બંને જગ્યાએ વધુ સારા ફોટોઝ ક્લિક કરી શકાય છે. તેમાં 8MP અલ્ટ્રાવાઇડ એંગલ કેમેરા પણ છે. સેલ્ફી માટે 16MPનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

ડિસ્પ્લે વિશે વાત કરીએ તો, G73 5G 6.5-ઇંચની ફુલ HD+ IPS LCD ડિસ્પ્લે ધરાવે છે. તે 120Hz રિફ્રેશ રેટ સાથે 405 પિક્સેલ પ્રતિ ઇંચ (ppi)ના પિક્સેલ ઘનતા ધરાવે છે. ફોનમાં સંગીત સાંભળવા માટે 3.5mm હેડફોન જેક આપવામાં આવ્યો છે. ઉપરાંત, તે 30W ટર્બોપાવર ચાર્જર દ્વારા 5000mAh બેટરીને ચાર્જ કરવા માટે USB Type-C પોર્ટથી સજ્જ છે. તે 13 5G બેન્ડ માટે સપોર્ટ પણ ધરાવે છે અને IP52 રેટિંગ ધરાવે છે.

30W ટર્બોપાવર ચાર્જર દ્વારા 5000mAh બેટરીને ચાર્જ કરવા માટે USB Type-C પોર્ટ જેવા તમામ જરૂરી પોર્ટ્સ હશે. તે 13 5G બેન્ડ માટે સપોર્ટ પણ ધરાવે છે અને IP52 રેટિંગ ધરાવે છે. Moto G73 5G સ્માર્ટફોન એન્ડ્રોઇડ 13 સાથે આવે છે જે Motorolaની MyUX સ્કિન પર આધારિત ડિવાઇસ પર પ્રી-ઇન્સ્ટોલ કરેલું છે.

संबंधित पोस्ट

कंफर्म! भारत में लांच होगी Redmi Watch 2 Lite , जानें क्या है फीचर्स?

Karnavati 24 News

सैमसंग से लेकर iQoo 9 Pro तक, इन सभी फोन में मिलता है क्वालकॉम का सबसे दमदार प्रोसेसर

Karnavati 24 News

Apple समेत कई टेक कंपनियों ने किया रूसी हमले का विरोध, रूस में बैन किए प्रोडक्ट

Karnavati 24 News

सोशल मीडिया पर बनी दोस्त ने दी दुष्कर्म का झूठा मुकदमा दर्ज कराने की धमकी

Karnavati 24 News

iPhone 13 जैसा दिखने वाले चाइनीज 5G स्मार्टफोन ने मचाया बवाल! कम कीमत में दमदार बैटरी और शानदार कैमरा

Karnavati 24 News

सिक्योरिटी अलर्ट! कहीं इनमें से एक तो नहीं आपके अकाउंट का पासवर्ड? फटाफट कर डालें चेंज

Karnavati 24 News
Translate »