પોરબંદરના પનોતા પુત્ર અને ભીમભાઇ ખુંટીએ ક્રિકેટ ક્ષેત્રે અનેક સિઘ્ધિઓ હાંસલ કરી છે. સામાન્ય ક્રિકેટરની જેમ નહીં પરંતુ વ્હીલચેર પર બેસી ગુજરાતનું ગૌરવ સમગ્ર ભારતમાં ગુંજતું કર્યુ છે. હવે તેઓ કલકતા ખાતે આયોજીત ટી-ર૦ સીરીઝમાં ભાગ લેવા જશે. જેમાં તેઓ ઇન્ડિયન ગલેડીયેટર્સ ટીમની કરશે કેપ્ટનસીપ સંભાળશે.
ગુજરાતની વ્હીલચેર ક્રિકેટ ટીમના કેપ્ટન ભીમા ખુંટીને મળી મોટી જવાબદારી કોલકત્તામાં રમાનાર ટી-ર૦ સિરીઝમાં ઇન્ડિયન ગ્લેડીયેટર્સ ટીમની કરશે કેપ્ટનશીપ.આગામી ૪ અને ૫ માર્ચ દરમિયાન કોલકાતાના પ્રગતિ સિંઘ ગ્રાઉન્ડ પર વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થવા જઈ રહ્યું છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પુરા ભારત ભરના બેસ્ટ વ્હીલચેર ક્રિકેટરો નુ સિલેક્શન થયું છે. આ ટુર્નામેન્ટનું આયોજન વિલચેર ક્રિકેટ ઇન્ડિયા એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે. આ ટુર્નામેન્ટમાં બે ટીમો ભાગ લેઈ રહી છે. અને આ બંને ટીમો નું સિલેક્શન નેશનલ ટુર્નામેન્ટના પરફોર્મન્સના આધારે કરવામાં આવ્યું છે. જેવી રીતે ઈન્ડિયા એ અને ઇન્ડિયા બી ટીમો રમતી હોય છે તેવી જ રીતે આ ટુર્નામેન્ટમાં એક ટીમ નું નામ ઇંડિયન ગ્લેડીયેટર્સ તેમજ બીજી ટીમ નું નામ ઇન્ડિયન ફાઇટર્સ રાખવામાં આવ્યું છે. જેમાં ઇન્ડિયન ગ્લેડીયેટર્સ ટીમની કેપ્ટનશીપ ગુજરાતના કેપ્ટન ભીમા ખુંટીના હાથોમાં શોપવામાં આવી છે.
ભીમ સાથે અમારી વાત થઈ ત્યારે ભીમાએ જણાવ્યું હતું કે હું આભાર માનુ છું વ્હીલચેર ક્રિકેટ ઇન્ડિયા એસોસિએશન નો કે જેમણે મારા ઉપર ભરોશો જતાવીને આવડી મોટી જવાબદારી મને સોપી છે. વધુમાં ભીમાએ જણાવ્યું હતું કે આજે હું બહુ જ ખુશ છું કે મને ઇન્ડિયાના ટોપ વ્હીલચેર ક્રિકેટરોની ટીમની કેપ્ટનશીપ કરવા મળશે અને સાથે આ ટુર્નામેન્ટ માંથી મને પણ ઘણું બધું શીખવા મળશે. આ ટુર્નામેન્ટના મુખ્ય મહેમાનની વર્લ્ડકપ ચેમ્પિયન ટીમના બેસ્ટ બોલર આર.પી.સિંહ અને ઇન્ડિયાના બેસ્ટ ક્રિકેટરમાં જેનું નામ શામિલ છે તેવા વિનોદ કાંબલી તેમજ દિલ્હી કેપિટલ્સ ટીમના સી.ઈ.ઓ ધીરજ મલ્હોત્રા તેમજ ભારતની વ્હીલચેર ક્રિકેટ ટીમના કેપ્ટન સોમજીત સિંહ ઉપસ્થિત રહેશે. ટીમ ઇન્ડિયન ગ્લેડીયેટર્સ . ભીમા ખુંટી (કેપ્ટન) નરેન્દ્ર બરોલીયા, રાજા બાબુ, પોશન ધ્રુવ (કિપર) ઉમેશ કૌશિક, ગોલુ ચૌધરી, અજય યાદવ, કમલ કાંચોલ, અકાર અવસ્થી, સુખવન્ત સિંહ અને દુષ્યંત વગેરેનો સમાવેશ થાય છે.
