Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
राजनीति

2024ની તૈયારીઓ – ઈસુદાન આમ આદમી પાર્ટીના ગુજરાત સંગઠનને મજબૂત કરવામાં વ્યસ્ત

વિધાનસભાની ચૂંટણીમાં 5 બેઠકો જીત્યા બાદ 26 બેઠકો માટે AAP પાર્ટીએ અત્યારથી જ મિશન 2024ને લઈને તૈયારીઓ તેજ કરી દીધી છે. પાર્ટીએ ગુજરાતના વધુ છ જિલ્લાઓમાં પ્રમુખોની નિમણૂક કરી છે. પાર્ટી લોકસભાની સાથે સાથે સ્થાનિક ચૂંટણીઓ પણ ઝંપલાવશે. આ ઉપરાંત આપની અગાઉ બેઠકો પણ આ મામલે મળી હતી. લગભગ તમામ જિલ્લાઓમાં અત્યારથી જ તૈયારીઓ નિશ્ચિત કરી દેવામાં આવી છે.

પાર્ટીએ વિધાનસભા ચૂંટણી બાદ ઈસુદાનને કમાન સોંપી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 6 સીટો જીત્યા બાદ  પાર્ટી રાજ્યના તમામ જિલ્લાના નવા જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી રહી છે, જેથી 2024માં લોકસભાની ચૂંટણી મજબૂત રીતે લડી શકાય. આમ આદમી પાર્ટી ગુજરાતમાં સંગઠનને મજબૂત કરવામાં વ્યસ્ત છે. પાર્ટીએ વિધાનસભા ચૂંટણી બાદ ઈસુદાનને કમાન સોંપી છે. દ્વારકામાં પક્ષે અગાઉ જાહેર કરેલ નામ બદલ્યું હતું. પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ પહેલેથી જ જાહેરાત કરી દીધી છે કે પાર્ટી 2024ની લોકસભા ચૂંટણીમાં તમામ 26 બેઠકો પર ચૂંટણી લડશે. ડિસેમ્બર 2022માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ પાંચ બેઠકો જીતી હતી.

છ જિલ્લામાં નવા જિલ્લા પ્રમુખોની નિમણૂક
પક્ષે અગાઉની યાદીમાં રઘુભાઈ આંબલિયાને પ્રમુખ બનાવ્યા હતા. નવી યાદીમાં ફેરફાર કરતી વખતે પક્ષે રામજીભાઈ પરમારને જવાબદારી સોંપી છે. રાજ્યના વધુ છ જિલ્લામાં નવા જિલ્લા પ્રમુખોની નિમણૂક સાથે લગભગ તમામ જિલ્લા પ્રમુખો નિયુક્તિ પામ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીની સમીક્ષા કર્યા બાદ પાર્ટીએ રાજ્યમાં નેતૃત્વમાં ફેરફાર કરતા ઇસુદાન ગઢવીને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે.

પાર્ટી દ્વારા જાહેર કરાયેલા જિલ્લાઓના પ્રમુખો. તેમાં ભરૂચ જિલ્લા ઉપરાંત દ્વારકા, જામનગર શહેર, જામનગર ગ્રામ્ય, રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્યનો સમાવેશ થાય છે. પાર્ટીએ અગાઉ 11 ફેબ્રુઆરીએ રાજ્યના 31 જિલ્લાઓ માટે તેના પ્રમુખોની જાહેરાત કરી હતી. પાર્ટીએ બીજી યાદીમાં કુલ છ વધુ નામો જાહેર કર્યા છે. જોકે એક જિલ્લામાં ફેરફાર થયો છે.

આમ આદમી પાર્ટી ગુજરાતે વધુ છ જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી

દ્વારકા – રામજીભાઈ પરમાર-
જામનગર શહેર- કરસનભાઈ કરમુર-
જામનગર ગ્રામ્ય – વસરામભાઈ આહિર-
જામનગર ગ્રામ્ય- દિનેશભાઈ જોષી
રાજકોટ ગ્રામ્ય – તેજસભાઈ ગાજીપરા
ભરૂચ- એડવોકેટ ઉર્મિ પટેલ

 જિલ્લા પંચાયતની ચૂંટણીની પણ તૈયારી
પાર્ટી લોકસભાની ચૂંટણીની સાથે આ વર્ષે યોજાનારી 72 જગ્યાઓ પર નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીની પણ તૈયારી કરી રહી છે. આ ચૂંટણી એપ્રિલ-મેમાં યોજાય તેવી શક્યતા છે.

संबंधित पोस्ट

आजम खान के वापस करी अपनी Y श्रेणी की सुरक्षा, बेटे अब्दुल्ला भी गनर को छोड़ हो गए लापता

પ્લોટના વેચાણની મંજૂરી બાબતે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્યએ સીએમને કરી લેખિતમાં રજૂઆત

Karnavati 24 News

हसीना से पीएम मोदी की अपील, बांग्लादेश के साथ कुशियारा जल बंटवारा समझौता

लखनऊ : निकाय चुनाव के पहले चरण के मतदान सुबह 7 बजे से शुरू, सीएम योगी ने गोरखपुर में डाला वोट

Admin

उद्धव का बड़ा बयान :”मैं बीमार था और आपने ऐसा ‘छुरा’ घोंपा, इसे मैं ताउम्र नहीं भूलूंगा”,किसके लिए कहा ऐसा

Karnavati 24 News

भाजपा का बड़ा चुनावी दांव , 4 प्रदेश के बदले अध्यक्ष

Karnavati 24 News