Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
खेल

ENG Vs NZ: ન્યૂઝીલેન્ડની ઘરઆંગણે પ્રથમ ટેસ્ટમાં હાર, ઇગ્લેન્ડે 267 રનથી હરાવ્યું

ENG vs NZ 1st Test Result: ન્યૂઝીલેન્ડના પ્રવાસે આવેલી ઈંગ્લેન્ડની ટીમે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ જીતી ગઇ છે. ઇગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને પ્રથમ ટેસ્ટમાં 267 રનથી હરાવ્યું હતું. અહીં ઇગ્લેન્ડે ન્યૂઝીલેન્ડ સામે 394 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં કિવી ટીમ 126 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઇંગ્લિશ બેટ્સમેન હેરી બ્રુક બંને ઇનિંગ્સમાં ધમાકેદાર અડધી સદી ફટકારીને ‘પ્લેયર ઓફ ધ મેચ’ બન્યો હતો.

ઈંગ્લેન્ડે ફરી બેઝબોલ સ્ટાઈલ બતાવી

માઉન્ટ મૌંગાનુઈ ખાતે રમાયેલી આ મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટિમ સાઉથીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં 9 વિકેટ ગુમાવીને 325 રન બનાવ્યા. અહીં બેન દુકાટે 68 બોલમાં 84 રન અને હેરી બ્રુકે 81 બોલમાં 89 રનની ઇનિંગ રમી હતી. અહીં ન્યૂઝીલેન્ડ તરફથી નીલ વેગનર સૌથી સફળ બોલર રહ્યો, જેણે 4 વિકેટ ઝડપી.

ન્યૂઝીલેન્ડે પણ પ્રથમ દાવમાં સારો જવાબ આપ્યો હતો

ઈંગ્લેન્ડના પ્રથમ દાવના જવાબમાં ન્યૂઝીલેન્ડે આરામથી રમીને 300 રનનો આંકડો પાર કર્યો હતો. ન્યૂઝીલેન્ડે પ્રથમ દાવમાં 306 રન બનાવ્યા હતા. અહીં ટોમ બ્લંડેલે 138 રન અને ડેવન કોનવેએ 77 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડના એલી રોબિન્સને 4 અને એન્ડરસનને 3 વિકેટ મળી હતી.

ઈંગ્લેન્ડને 394 રનનો ટાર્ગેટ આપ્યો હતો

પ્રથમ દાવના આધારે 19 રનની લીડ લીધા બાદ ઇંગ્લેન્ડે બીજી ઇનિંગમાં પણ બેટિંગ ચાલુ રાખી હતી. જો રૂટ, હેરી બ્રુક અને બેન ફોક્સે અડધી સદી ફટકારી હતી અને ઈંગ્લેન્ડે કુલ 374 રન બનાવ્યા હતા. અહીં કિવી બોલરો બ્રેસવેલ અને ટિકનરને 3-3 અને વેગનર અને સ્કોટને 2-2 વિકેટ મળી હતી.

બ્રોડ અને એન્ડરસને કિવી ટીમને 126 રનમાં આઉટ કરી દીધી હતી.

394 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ શરૂઆતથી જ દબાણમાં જોવા મળી હતી. અડધી ટીમ 28 રન પર પેવેલિયન પરત ફરી હતી. ડેરીલ મિશેલ (57), માઈકલ બ્રેસવેલ (25) અને ટોમ લાથમ (15) સિવાય અન્ય કોઈ બેટ્સમેન બે આંકડાને સ્પર્શી શક્યો નહોતો. આખી ટીમ 126 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. અહીં એન્ડરસન અને બ્રોડે 4-4 વિકેટ લીધી હતી. આ રીતે ઈંગ્લિશ ટીમે ટેસ્ટ 267 રને જીતીને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે.

संबंधित पोस्ट

IND VS WI: वेस्टइंडीज के खिलाफ ध्वस्त हुआ भारतीय टॉप ऑर्डर, रोहित, धवन और विराट के हाथों बना अनचाहा रिकॉर्ड

Karnavati 24 News

दमन में अंडर 17 एवं 19 बोयस दमन डिस्ट्रिक्त इंटर स्कूल क्रिकेट टूर्नामेंट का आयोजन 18 टीमों ने भाग लिया।

Admin

नीरज चोपड़ा चोट के कारण बर्मिंघम कामनवेल्थ गेम्स से हटे

Karnavati 24 News

IPL 2023: ચેન્નાઈને હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયું રાજસ્થાન, ધોનીની ટીમને નુકસાન

Admin

जसप्रीत बुमराह ने तोड़ा ब्रायन लारा का रिकॉर्ड, ब्रॉड के एक ओवर में बनाएं 35 रन

Karnavati 24 News

IND Vs AUS: भारत के लिए मुसीबत बन सकते है ये खिलाड़ी, विराट कोहली को भी करना पड़ता है संघर्ष

Karnavati 24 News
Translate »