Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
Business

PPF Schemeમાં રૂપિયા રોકનારા ધ્યાન આપે: સરકારે નિયમોમાં કર્યા મોટા ફેરફાર! જાણો ક્યારે ઉપાડી શકો છો રૂપિયા?

PPF Scheme Latest Update: જો તમારા રૂપિયા પણ પીપીએફ સ્કીમ (PPF Scheme) માં રોકાયેલા છે, તો તમારા માટે આ મહત્ત્વપૂર્ણ સમાચાર છે. કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા સરકારી યોજનાઓ અંગે સમયાંતરે વિવિધ જાહેરાતો કરવામાં આવે છે. હવે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (Public Provident Fund) સ્કીમને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આજના સમયમાં પીપીએફને રોકાણના બેસ્ટ ઓપ્શનમાંથી એક ગણવામાં આવે છે. તેમાં તમને ભારે વ્યાજની સાથે સારું રિટર્ન પણ મળે છે, પરંતુ હવે જો તમે તમારા પીપીએફ એકાઉન્ટમાંથી મેચ્યોરિટી પહેલા રૂપિયા ઉપાડવા માગો છો, તો જાણી લો કે નિયમોમાં શું બદલાવ આવ્યો છે-

મળે છે કમ્પાઉન્ડિંગ વ્યાજનો લાભ

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (Public Provident Fund) સ્કીમમાં તમને કમ્પાઉન્ડિંગના આધારે 7.1 ટકા રિટર્ન મળે છે. ઘણી વખત એવું બને છે કે તમે રૂપિયાનું રોકાણ કરો છો, પરંતુ ઈમરજન્સીમાં આ રૂપિયા ઉપાડવા પડે છે. તો આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે તમે મેચ્યોરિટી પહેલા એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી શકો છો.

શું મેચ્યોરિટી પહેલા એકાઉન્ટમાંથી ઉપાડી શકો છો રૂપિયા ?

ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે, જો તમે સમય પહેલા રૂપિયા ઉપાડી લો તો તમને રૂપિયા ઉપાડવાનું કારણ પૂછવામાં આવે છે અને તેમ છતાં તમને પૂરી રકમ આપવામાં આવતી નથી. પબ્લિક પ્રોવિડન્ટ ફંડના પણ પોતાના નિયમો છે, તેના નિયમો મુજબ, તમે 6 વર્ષ પૂરા થયા પછી રૂપિયા ઉપાડી શકો છો અને 5 વર્ષ પૂરા થયા પછી તેને બંધ પણ કરાવી શકો છો. જો તમે 6 વર્ષ પહેલા થોડા રૂપિયા ઉપાડવા માગતા હોવ, તો તમારી પાસે ઉપાડવા માટેનું માન્ય કારણ હોવું જોઈએ, તો જ તમે તમારા રૂપિયા ઉપાડી શકો છો.

ક્યારે ઉપાડી શકો છો રૂપિયા ?

રૂપિયા ઉપાડવા માટે તમારી પાસે માન્ય કારણ હોવું જરૂરી છે. જેમ કે તમે કોઈપણ રોગની સારવાર કરાવવા માગો છો અથવા તમે તમારા પરિવારના સભ્યની સારવાર માટે રૂપિયા ઉપાડી શકો છો. આ સિવાય તમે બાળકોના શિક્ષણ અને બાળકોના લગ્ન માટે પણ રૂપિયા ઉપાડી શકો છો.

પીપીએફ ઉપાડના નિયમ

  • પીપીએફમાં રૂપિયા વિડ્રોલ માટે તમારે બેંકની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે
  • પછી તમારે બેંકની સત્તાવાર વેબસાઈટ પરથી ફોર્મ C ડાઉનલોડ કરવું પડશે
  • ફોર્મ ભર્યા પછી બેંકમાં જમા કરાવી દો
  • તમારું પીપીએફ એકાઉન્ટ પણ બેંકને બતાવો
  • તેના પછી બેંક તમારા એકાઉન્ટમાં જમા રૂપિયાના 50 ટકા આપશે

500 રૂપિયાથી કરી શકો છો શરૂઆત

આપને જણાવી દઈએ કે, આ સ્કીમમાં વ્યક્તિ 500 રૂપિયાથી શરૂઆત કરી શકે છે. તે જ સમયે નાણાકીય વર્ષમાં તમે તેમાં મહત્તમ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. એટલું જ નહીં, PPFમાં તમને ચોક્કસ સમયગાળા પછી લોન અને આંશિક ઉપાડની સુવિધાનો લાભ પણ મળે છે.

संबंधित पोस्ट

પરિણીત મહિલાઓના બખ્ખા: મળશે પૂરા 6 હજાર રૂપિયા, સરકારે કરી જાહેરાત

Karnavati 24 News

Rules Change From 1 March 2023: માર્ચની શરૂઆતથી જ 5 ફેરફારો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

Admin

મોદી સરકાર દેશના કરોડો યુવાનોને ફ્રીમાં આપશે લેપટોપ? સરકારે આપી મોટી જાણકારી

Karnavati 24 News

सेबी ने म्युचुअल फंडों से रिटर्न को लेकर झूठे वादे करने से दूर रहने का किया आग्रह

Karnavati 24 News

केंद्रीय कर्मचारियों और पेंशनरों का 18 महीने का रुका हुआ महंगाई भत्ता नहीं मिलेगा

Karnavati 24 News

ट्विटर में कुछ ऐसे हो रहा है कर्मचारियों का प्रमोशन, ऐसा आइडिया शायद ही सुना होगा!

Karnavati 24 News
Translate »