Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

રાજકોટ પોલીસની સરહનીનાય કામગીરી: આફિકામાં ખંડણી માટે અપહરણ થયેલા યુવકને સહી સલામત રાજકોટ પહોંચાડ્યો

રાજકોટ પોલીસની આગવી સુઝ, બુઝ અને કુન્હેથી આફિકામાં ખંડણી માટે અપહરણ થયેલા યુવકને મુકત કરાવી હેમખેમ રાજકોટ પહોચતો કર્યો છે એટલું જ નહી અપહરણના ગુનામાં સંડોવાયેલા ચારેય પાકિસ્તાની શખ્સોને સાઉથ આર્ફિકા પોલીસને ઝડપી લેવામાં સફળતા મળી છે. રાજકોટ પોલીસની કાબુલે દાદ કામગીરીથી આપહૃત યુવકના પરિવારે રાજકોટ પોલીસની કામગીરીની પસંશા કરી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટનો યુવક ધંધા માટે 15 દિવસ પહેલાં સાઉથ આફ્રિકા ગયો હતો જેના કોન્ટેકથી આફ્રિકા ગયો હતો તેઓએ જ અપહરણ કરી અપહૃત યુવકના મોબાઇલમાંથી તેના પિતા સાથે રાજકોટ વાત કરી યુવકને અપહરણ કર્યાની અને તેની મૂક્તિ માટે રુા.1.50 કરોડની ખંડણી માગી હતી. આથી ગભરાયેલા પરિવાર મદદ માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ પાસે દોડી ગયા હતા. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે અપહૃતના પરિવારની મદદ માટે ક્રાઇમ બ્રાન્ચ અને સાઇબર ક્રાઇમને કામે લગાડયા હતા. ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ અને સાયબર ક્રાઇમ એસીપી વિશાલકુમાર રબારીએ ભારત અને સાઉથ આફ્રિકા વિદેશ મંત્રાલય સાથે વાતચીત કરી હતી તેમજ સાઉથ આફ્રિકા ોપોલીસ સાથે ટેલિફોનીક વાતચત કરી પુરી સાવધાની સાથે અપહૃત યુવકને મુક્ત કરાવ્યો હતો એટલુ જ નહી યુવકને હેમખેમ રાજકોટ લાવવામં સફળતા મળી છે. રાજકોટ પોલીસે સાઉથ આફ્રિકા પોલીસ સાથે કરેલી ટેલિફોનીક વાતચીતમાં છટકુ ગોઠવી ખંડણીની રકમ રુા.1.50 કરોડમાંથી રુા.30 લાખ સુધી લાવ્યા હતા તેમજ ગોઠવેલા છટકામાં અપહરણના ગુનામાં સંડોવાયેલા ચારેય પાકિસ્તાની શખ્સોને ઝડપી લીધા હતા. તેની પાસેથી ખંડણી પેટે આપેલી રકમ કબ્જે કરી છે.રાજકોટ પોલીસની સરાહનીય કામગીરીની અપહૃત યુવકના પરિવારે પસંશા કરી છે.

संबंधित पोस्ट

ब्रेकअप’ या पढ़ाई का दबाव ? कोटा के अनिकेत का सुसाइट नोट क्या कह रहा …

Admin

अमेठी : प्रधानाध्यपक ने स्कूल में किया युवती का रेप, हुआ निलंबित

Karnavati 24 News

પાકિસ્તાનમાં હોળીની ઉજવણી કરી રહેલા હિન્દુ વિદ્યાર્થીઓ પર બે દિવસમાં બીજો હુમલો

Karnavati 24 News

વિકાસ સહાય ગુજરાતના નવા ઈન્ચાર્જ ડીજીપી બનશે . . .

Admin

પ્રેમ લગ્ન કરતા યુવતીના પરિવારજનોએ ખાર રાખી યુવતીનું કર્યું અપહરણ: યુવકે સસરા સહિત ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી

Admin

ફરી એક વખત બંગાળી કારીગરે ચોરી કરી: રાજકોટના પેલેસ રોડ પર આવેલ પેઢીમાંથી ૧૫ લાખનું સોનું ચોરાયું

Admin