Job Loss Insurance Cover: જો તમે નોકરી (job profession) કરતા હોવ તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. કારણ કે છટણીના આ યુગમાં તમે તમારી નોકરી ક્યારે ગુમાવશો તે ખબર નથી હોતી. નોકરી ગુમાવ્યા પછી વ્યક્તિ પરેશાન થઈ જાય છે. કારણ કે, દર મહિને થનારો ખર્ચ ક્યાંથી ભરાશે. આ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને કેટલીક કંપનીઓએ નોકરી જોબ લોસ ઈન્શ્યોરન્સ (job loss Insurance) શરૂ કર્યો છે. જે તમને નોકરી છોડતી વખતે નાણાકીય સુરક્ષા (financial security) ની સંપૂર્ણ ગેરંટી આપે છે. નોકરી છોડ્યા પછી બગડતી સ્થિતિનો સામનો કરવા માટે આ એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ કે આપણે આ સુવિધાનો લાભ કેવી રીતે લઈ શકીએ.
હકીકતમાં અત્યાર સુધી તમે હેલ્થ ઈન્શ્યોરન્સ, કાર ઈન્શ્યોરન્સ વગેરે વિશે સાંભળ્યું જ હશે. પરંતુ હવે કેટલીક કંપનીઓએ જોબ લોન્સ ઈન્શ્યોરન્સ કવર શરૂ કર્યું છે. જ્યારે સમગ્ર વિશ્વમાં છટણીનો તબક્કો ચાલી રહ્યો છે, ત્યારે જોબ લોસ ઈન્શ્યોરન્સની કિંમત વધુ વધે છે. આપને જણાવી દઈએ કે તમે હેલ્થ ઈન્શ્યોરન્સની સાથે જોબ લોસ ઈન્શ્યોરન્સ પણ મેળવી શકો છો. જેના પછી જોબ ગુમાવવા પર તમને વધારે તકલીફ નહીં પડે. જ્યા સુધી તમને નોકરી નથી મળતી ત્યા સુધી નોકરીમાંથી મળતી સમગ્ર પગારની ભરપાઈ વીમા કંપની કરશે. અમે આપને જણાવી દઈએ કે જોબ લોસ ઈન્શ્યોરન્સ કવરને લઈને દરેક વીમા કંપનીના પોતાના નિયમો અને શરતો હોય છે.
ક્લેમની રીત
જો કોઈ કારણોસર તમે તમારી નોકરી ગુમાવો છો. સાથે જ જો તમે જોબ લોસ ઈન્શ્યોરન્સ કવર લીધું છે, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. સૌથી પહેલા તમારે સંબંધિત કંપનીને તેના મેઇલ દ્વારા જાણ કરવી પડશે. તેના પછી તમે જે કંપનીમાં નોકરી કરતા હતા તેની સેલેરી સ્લિપ સાથે કેટલાક જરૂરી દસ્તાવેજો જમા કરવા પડશે. તેના પછી વીમા કંપની તમારા દસ્તાવેજોની ચકાસણી કરે છે. તે પછી તે તમને આર્થિક મદદ આપવા લાગે છે.
નિયમો અને શરતો
નોકરી ગુમાવ્યા પછી, સંબંધિત વ્યક્તિને એક નિશ્ચિત સમય માટે આર્થિક મદદ આપવામાં આવે છે. તેના પછી તમે સરળતાથી નોકરી શોધી શકો છો. આ કવરમાં, જો તમને અસ્થાયી રૂપે નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે, તો પણ કવર ઉપલબ્ધ છે. ધ્યાનમાં રાખો કે જો છેતરપિંડી, ભ્રષ્ટાચાર અથવા અન્ય ગેરરીતિઓ અને આરોપોને કારણે નોકરી ગુમાવવી પડે તો કોઈ ફાયદો નથી. પ્રોબેશન સમયગાળા દરમિયાન જોબ લોસ ઈન્શ્યોરન્સની સુરક્ષા પૂરી પાડવામાં આવતી નથી. તે જ સમયે, અમે આપને જણાવી દઈએ કે અસ્થાયી નોકરી કરવા પર વીમા કવર નથી મળતું.