Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
lifestyle

જોખમી / માછલી ખાવાના શોખીન લોકો થઈ જાવ સાવધાન, કેન્સર અને બ્રેન સ્ટ્રોકનું રહેલું છે જોખમ

Fish linked with cancer: જો તમે તંદુરસ્ત આહારને વળગી રહેવાનો પ્રયાસ કરી રહ્યાં છો, તો માછલી એક સારો વિકલ્પ બની શકે છે, કારણ કે માછલીમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે અને સેચ્યુરેટે ફેટ ઓછી હોય છે. આ સિવાય તેમાં ઓમેગા-3 ફેટી એસિડ, વિટામિન ડી અને અન્ય ઘણા પોષક તત્વો મળી આવે છે. જો કે, હવે અમે જે કહેવા જઈ રહ્યા છીએ તે માછલી ખાવાના શોખીન લોકોને ચોંકાવી શકે છે. હવે માછલીઓમાં પણ ઝેર મળી રહ્યું છે. અમેરિકાની પર્યાવરણ સુરક્ષા એજન્સી અને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના સંયુક્ત અભ્યાસમાં જાણવા મળ્યું છે કે તળાવો અને નદીઓનું પાણી અત્યંત પ્રદૂષિત થઈ ગયું છે, જેના કારણે તેમાં રહેતી માછલીઓ હવે ઝેરી બની રહી છે. અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે તાજા પાણીની માછલીઓમાં 278 ગણું ફોરેવર કેમિકલ મળી આવ્યું છે, જે ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે.

ફોરેવર કેમિકલ શું છે ?
ફોરેવર કેમિકલને પર – એન્ડ – પોલીફ્લૂરોલકિલ સબ્સટેન્સ પણ કહે છે. આ તે કેમિકલ છે જે સામાન્ય રીતે વોટર – રેજિસ્ટન્ટ કપડાં જેવા કે છત્રી, રેઈનકોટ, મોબાઈલ કવર વગેરેમાં વપરાય છે. આ કેમિકલની સીધી અસર હોર્મોન્સ અને ગ્રોથ પર થાય છે, જેના કારણે થાઈરોઈડ અને બેડ કોલેસ્ટ્રોલ જેવી સમસ્યાઓ થાય છે. ફોરેવર કેમિકલના કારણે મહિલાઓના મિસકરેજ થઈ જાય છે અથવા તેમની ડિલિવરી સમય પહેલા થાય છે, જેના કારણે તેમના બાળકોના શરીર અને મગજનો યોગ્ય રીતે વિકાસ થતો નથી. 2017 માં, ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સરે સ્પષ્ટપણે PFOA ને માનવ કાર્સિનોજેન કહ્યો, જેનો અર્થ છે કે કેન્સર (કિડની અને ટેસ્ટિસ કેન્સર) થવાનું જોખમ છે.
હજારો ગણુ કેમિકલ મળ્યું
અમેરિકાની નદીઓ અને સરોવરોમાં 3 વર્ષના સંશોધન બાદ જાણવા મળ્યું છે કે આ કેમિકલ પ્રાણીઓમાં 2,400 ગણું વધુ મળવા લાગ્યું છે. ઉદાહરણ તરીકે, જો તમે મહિનામાં એકવાર માછલી ખાઓ છો, તો સમજો કે તમે આખા મહિના દરમિયાન બેક્ટેરિયા અને અન્ય કીટાણુઓથી ભરેલું પાણી પી રહ્યાં છો. આ પેટર્ન અમેરિકાના એક નહીં પરંતુ 48 રાજ્યોમાં જોવા મળી છે.

संबंधित पोस्ट

अगर आप भी गर्मियों में हेयर फॉल से बचना चाहते हैं तो ऐसे करें बालों की देखभाल

Admin

Cockroach Control Tips: કોકરોચને માર્યા વિના રસોડામાંથી બહાર કાઢવા માંગો છો? અપનાવો આ 4 ઘરેલું ઉપાય, માત્ર 10 રૂપિયા ખર્ચ થશે

Admin

गर्मियों में स्किन की टैनिंग को दूर करें ग्लिसरीन से

Admin

एग्जाम टाइम में खुद को कैसे रखें टेंशन फ्री। जाने।

Admin

विंटर सीजन में सिर दर्द से हो रहे हैं परेशान, इन उपायों से मिलेगी राहत

Admin

अगर आप भी दुबलेपन की समस्या से परेशान है तो इन चीजों को डाइट में करें शामिल

Karnavati 24 News
Translate »